ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયુ.
ગાંધીનગર
સત્તાની સાઠમારી અને આતંરિક ગોઠવણોમાં વ્યસ્ત ભાજપ સરકારમાં ધોળે દિવસે ખૂન, લૂંટ, બળાત્કાર, દારૂ-જુગારના અડ્ડા જેવી અસામાજિક પ્રવૃત્તિઓના કિસ્સાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. વિશેષતઃ મહિલાઓ સહિત ગુજરાતની જનતાની સુરક્ષા અને સલામતી સામે ખતરો ઉભો થયો છે.
આવી ઘોર નિષ્ફળ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જોતા રાજ્ય સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે રાજ્યના દરેક તાલુકા મથકોએ તાલુકા મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આજે તા-૧૨/૭/૨૦૧૮ ના રોજ બપોરે ૧૨ કલાકે ગાંધીનગર જીલ્લાના ચારેય તાલુકા મથકો ગાંધીનગર,માણસા,કલોલ,દેહગામ ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી સૂર્યસિંહ ડાભી,ધારાસભ્યો સર્વશ્રી બળદેવજી ઠાકોર, ડૉ. સી. જે. ચાવડાની આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો-કાર્યકરોએ જીલ્લાના ચારેય તાલુકા મથકોએ મામલતદારોને આવેદનપત્ર સુપ્રત કર્યા હતા. તેવું જીલ્લા કોંગ્રેસની અખબારી યાદીમાં મહામંત્રી શ્રી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું છે.