ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરીયાએ કોંગ્રેસમાં જોડાયા, રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત : જાણો

આગામી દિવસો માં રાહુલ ગાંધી મહુવા આવી રહ્યા છે ત્યારે ૫૦૦૦ થી વધુ સમર્થકોની સાથે સત્તાવાર રીતે કોંગ્રેસ માં જોડાશે.

ગાંધીનગર : ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સમાજ સેવક ડૉક્ટર કનુ કલસરીયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં કનુભાઈએ કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા ગ્રહણ કરી લીધી છું. આજે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહ્યાં હતા. તેમણે રાહુલ ગાંધી સાથે 35 મિનિટ મુલાકાત કરી હતી. આગામી દિવસોમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે કુનભાઈ પણ રાહુલ ગાંધી સાથે દેખાશે.

ભાજપના ઉમેદવાર તરીકે કલસરિયા ત્રણ વાર ભાવનગર જિલ્લાની મહુવાથી ધારાસભ્ય તરીકે વિજયી થયેલા છે, કલસરિયાએ 2008માં મહુવા પાસે બની રહેલી નીરમાના સિમેન્ટ પ્લાન્ટને મંજૂરી આપવાના વિરોધમાં નરેન્દ્ર મોદીની સામે પડ્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં જોડાયા હતા.  કોંગ્રસના કુવંરજી બાવળિયા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે, તેવામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની કોળી સમાજની વોટ બેન્ક નબળી પડે તેવી શક્યતા છે. તેથી કોંગ્રેસે પણ દાવ રમ્યો છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના નેતા તરીકે જાણીતા કનુ કલસરિયાને 11 જુલાઇએ વિધિવત રીતે પક્ષ સાથે જોડ્યા છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ વારા ફરતી રાજકારણમાં ગરમાવો લાવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *