રાજયમાં કોરોનાનો મહાવિસ્ફોટ, આજે 2265 કેસ નોંધાયા
ગાંધીનગર :
સમગ્ર દેશમાં કોરોના નાં કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાત રાજયમાં પણ કોરોનાનાં કેસનો વિસ્ફોટ થયો છે. રાજયમાં આજે 04 જાન્યુઆરીના રોજ કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના પણ નવા બે કેસ નોંધાયા છે. તેમજ રાજયના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7881 એ પહોંચી છે.
અમદાવાદમાં સૌથી વધુ 1290 કેસ, સુરતમાં 415 કેસ નોંધાયા, વડોદરામાં 86 કેસ આણંદમાં 70, કચ્છમાં 37 રાજકોટમાં 36, ખેડામાં 34 ભરૂચમાં 26, મોરબીમાં 24 અને ગાંધીનગરમાં 23, નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 240 લોકો ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7881 થઈ છે, કોરોનાથી કુલ 2 દર્દીના મોત થવા સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,36,803 પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,287 છે અને રાજ્યમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે.