ગાંધીનગર

ગાંધીનગર : મધુર ડેરી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પર્વમાં કુરબાની જન્મ દિવસની ઉજવણી નિમિત્તે રાખેલ “”રકતદાન શિબિર”

ગાંધીનગર :
શ્વેત કાંતિના ઈતિહાસમાં સૌ પ્રથમ અનોખો અને અઘ્વીતીય જન્મદિવસ મધુર ડેરીના પ્રાંગણમાં મધુર ડેરીના લાડીલા ચેરમેનશ્રી ડો. શંકરસિંહ રાણા સાહેબનો જન્મ દિવસ દૂધ ઉત્પાદકો, દૂધ વાપરનારાઓ, ડેરીના કર્મચારીઓએ વિશિષ્ટ રીતે તા.૦૧-૦૪-૨૦૨૨ના રોજ ઉજવ્યો.
માનવ શરીરમાં શ્વેત કણો અને રકત કણોનું આગવું મહત્વ છે. તેવી જ રીતે શ્વેત ફાંતિના, શ્વેત કણો એટલે દૂધ ઉત્પાદકો અને દૂધને વિવિધ પેદાશોમાં રૂપાંતરિત કરનારા ડેરીના કર્મચારીઓના શરીરમાં વહેતું લોહી જે રકતકણો સ્વરૂપે માનવ જીવનને જીવંત રાખે છે.
પોતીકા અને લાડીલા ચેરમેન ડો. શંકરસિંહ રાણા સાહેબના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે દૂધ ઉત્પાદકો અને કર્મચારીઓએ પોતાનું લોહીનું દાન (કુરબાન) કરીને સમાજ સેવામાં પોતાનું યોગદાન પ્રદાન કર્યુ, આ રકતદાન શિબિર ઈન્ડીયન રેડફોસ સોસાયટી, કલોલ તાલુકા શાખાના સહયોગથી કરવામાં આવી હતી. કોરોનાને કારણે મુલતવી રહેલ ગોલ્ડન જયુબીલી વર્ષની ઉજવણીને ફરી જીવંત બનાવવાના પ્રથમ ચરણનો શુભારંભ આ કાર્યકમથી કરવામાં આવ્યો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં દૂધ ઉત્પાદકો, દૂધ વાપરનારાઓ તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો જેવા કે, લોહાણા, પાદીદાર, ચૌધરી, ક્ષત્રિય, ઠાકોર, પ્રજાપતિ, બ્રહમ સમાજ, નાયી, વણકર સમાજના આગેવાનો હાજર રહયાં હતાં.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી રાણા સાહેબે જણાવ્યું કે, આઝાદીના અમૃત પર્વની સાચા અર્થમાં ઉજવણી આજે મધુર ડેરી ખાતે થઈ, તેનો મને આનંદ છે. આઝાદી પર્વમાં શહીદોએ પોતાના લોહીનું બલિદાન આપેલ. આજે દૂધ ઉત્પાદકો, દૂધ વાપરનારાઓ અને કર્મચારીઓએ જે રકતદાન કરેલ છે, તે રકતદાન શહીદોના રકતદાન તુલ્ય જેટલું જ છે. નેધરલેન્ડ થી આવેલ મહેમાનોએ પણ આ પ્રસંગમાં ભાગ લીધો હતો. ગાંધીનગરના પશુપાલકોના પશુઓની માવજત માટે વેટરનરી સેવાઓ અત્યંત આધુનિક ટેકનોલોજીથી આપીશું, તેવી આ જન્મદિવસની ભેટ રૂપે બાંહેધરી આપી હતી. આ સમગ્ર કાર્યકમમાં હાજર રહેલ તમામ લોકોનો ડો. શંકરસિંહ રાણા સાહેબ તથા મેનેજીંગ ડિરેકટરશ્રીએ આભાર માન્યો હતો. આ સમગ્ર કાર્યફમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને આ કાર્યફમનું સંચાલન મધુર ડેરીના જનરલ મેનેજર હંસાબેન પટેલે કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x