ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના ઈતિહાસ માં સૌ પ્રથમ વખત *શૌર્ય મહાયાત્રા* નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

ગાંધીનગર :
*જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે*
હમણાં જ ગાંધીનગર જિલ્લાના ઈતિહાસ માં સૌ પ્રથમ વખત *શૌર્ય મહાયાત્રા* નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને યાત્રા ખુબ જ શાંતિ પુર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. તે બદલ અમારા ગ્રૂપે *શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ* ના બાળકો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.
*શૌર્ય મહાયાત્રા સફળ બનાવવા ના ભાગ રૂપે રાહુલ સુખડીયા અને સુરજ મુંજાણી ના જન્મદિવસ ની ઉજવણી* *શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ* સંચાલિત *સમર્પણ હોસ્ટેલ* ના 250 બાળકો સાથે રહી તેમના સમર્પણ કેમ્પસ મા *ગરબા* અને અલગ અલગ *સાંસ્કૃતિક ક્રુતિઓ* રજી કરી અને સાથે સાથે સુખડી કટીંગ કરી ઊજવણી કરવામાં આવી હતી. ત્યાના અમુક નિયમ સમાજ ને એક સામાંજીક મેસેજ આપે છે, જેમકે હોસ્ટેલ મા કોઈ પણ બાળક નો જન્મ દિવસ હોય તો એક ચોખ્ખા ઘી ની સુખડી માં કેક જેવો આકાર બનાવી કાપી અને સાથે સાથે દિવો કરવાનો પણ તેને બુજાવવાનો નહીં. ખરેખર જન્મ દિવસ ની અદભૂત ઊજવણી સમર્પણ હોસ્ટેલ માં થાય છે.
 ત્યાં નુ વાતાવરણ, શિસ્ત, રહેણી કહેણી, અને તમામ મેનેજમેન્ટ ને સલામ છે.
અંતે રાહુલ અને સુરજ એ શૌર્ય મહાયાત્રા સફળ બનાવવા તથા જન્મ દિવસ ની ઉજવણી ને યાદગાર બનાવી તે બદલ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ સાહેબ , ડી.બી.પટેલ સાહેબ, સમર્પણ હોસ્ટેલ તથા સમર્પણ ટ્રસ્ટ ના કિરણ સાહેબ તથા તમામ બાળકો નો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં રાધે-રાધે પરીવાર ના મિત્રો રાહુલ સુખડીયા, સુરજ મુંજાણી, તન્મય પટેલ, સહિત તમામ સભ્યો હાજર રહી બાળકો સાથે મજા કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *