ગાંધીનગર

રક્ષાબંધન પર્વ ના નિમિત્તે LDRP ના વિધાર્થીઓ એ ગાંધીનગર ના અલગ અલગ પોલીસ સ્ટેશન માં જઈ ને પોલીસ જવાનો ને રાખડી બાંધી

ગાંધીનગર

રક્ષાબંધન પર્વ નિમિત્તે LDRPના વિધાર્થીઓએ ગાંધીનગર ના અલગ અલગ પોલીસ સ્ટેશન માં જઈ ને પોલીસ જવાનો ને રાખડી બાંધી ને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી.તેઓ નું કેહવું એમ છે કે પોલીસ જવાનો રાત-દિવસ ફરજ ઉપર રહી ને દેશ ની સુરક્ષા કરતા હોય છે.જેથી અમે લોકો એ નક્કી કર્યું કે રાખડી બાંધી ને તેમનો ધન્યવાદ કર્યો હતો.અને જે રીતે સૈનિકો સરહદ ઉપર રહી ને દેશ ની સુરક્ષા કરતા હોય છે તેમજ પોલીસ જવાન મિત્રો દેશ ની અંદર રહી ને દેશ ની સુરક્ષા કરતા હોય છે.તેઓ એ ઇન્ફોસિટી,SEC 6,SEC 7,SEC 21,SEC 22,SEC 27 ના પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી.Ldrp વિદ્યાર્થીઓ માં હેન્ની મેહતા, માનસી પ્રજાપતિ, બંસી બાબરીયા, વિશ્વા ભાલોડિયા, ક્રિષ્ના ચાંપાનેરી, ચિન્મય શાહ, માર્દવ દોશી, તારક સુથાર, જૈનીલ ચાવડા, રજત જોશી એ સહયોગ આપ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x