૧ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીના એક વર્ષ દરમિયાન મહાકાલ મંદિરમાં ૮૧ કરોડથી વધુનું દાન મળ્યું
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે આ વર્ષે દાન મેળવવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મંદિર પ્રશાસન અનુસાર, આ વર્ષે રેકોર્ડ ૮૧ કરોડનું દાન મળ્યું છે. મંદિરની ધર્મશાળામાંથી દાન પેટીઓની સાથે દાનની રસીદો અને લાડુનો પ્રસાદ પણ મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મળેલું દાન બમણું હોવાનું કહેવાય છે. આ મહાકાલેશ્વર મંદિરનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ કહેવાય છે.મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા માટે દરરોજ દેશ-વિદેશમાંથી હજારો ભક્તો ઉજ્જૈન પહોંચે છે. દેશના દરેક રાજ્યમાંથી આવતા ભક્તોની સાથે વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને દર્શનનો લાભ લે છે. ભક્તો, ઉદ્યોગપતિ હોય કે મજૂર તેમની Âસ્થતિ મુજબ, ભગવાન મહાકાલ પ્રત્યેની તેમની ભÂક્તને કારણે ભગવાનના ચરણોમાં દાન આપે છે. ભક્તોએ મંદિરમાં દાનપેટીમાં રોકડ રકમ, દાન માટે આપેલા ચેક, ઓનલાઈન પેમેન્ટ, પૂજન અભિષેકની રસીદ, બાબા મહાકાલના લાડુનો પ્રસાદ અને મંદિરની ધર્મશાળામાં રહીને બાબા મહાકાલની તિજારી ભરી દીધી છે.૧ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીના એક વર્ષ દરમિયાન મહાકાલ મંદિરમાં ૮૧ કરોડથી વધુ દાન આવ્યા છે. આટલી મોટી રકમ દાન કરવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ માનવામાં આવે છે. મહાકાલ મંદિરે દાનની રકમમાં દાન પેટી, દાનની રસીદ અને લાડુનો પ્રસાદ તેમજ મંદિરની ધર્મશાળામાંથી મળેલી આવકનો સમાવેશ કર્યો છે.
બાબા મહાકાલનો દરબાર પ્રખ્યાત ધાર્મિક સ્થળો અને મંદિરોના સૌથી મોટા કોરિડોરમાંથી એક છે જે દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ વર્ષે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભક્તોએ ઉદારતાથી દાન આપ્યું અને મહાકાલ મંદિરને રેકોર્ડ બ્રેક આવક થઈ છે. આ એક વર્ષમાં મંદિર સમિતિને આશરે ૮૧ કરોડનું દાન મળ્યું છે.લોકડાઉન સમયે મંદિર બંધ હતું, જેથી મંદિરમાં દાનની આવક ન હતી, લોકડાઉન હટાતાની સાથે જ ભક્તોએ મંદિરોમાં ખુલ્લેઆમ દાન કર્યું હતું. ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં દાનમાંથી ૫૩ કરોડ ૩૦ લાખ ૪૩ હજાર ૪ રૂપિયાની આવક થઈ છે. બીજી તરફ લાડુના પ્રસાદમાંથી ૨૭ કરોડ ૨૫ લાખ ૨ હજાર સિત્તેર રૂપિયા અને ધર્મશાળામાંથી ૪૫ લાખ ૨૫ હજાર ૪૪૫ રૂપિયાની આવક થઈ છે. આ આવક ગત વર્ષની સરખામણીએ બમણી છે.ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં આખું વર્ષ ભીડ રહે છે. છેલ્લા બે વર્ષથી મહાકાલ મંદિર કોરોનાના કારણે સામાન્ય ભક્તો માટે બંધ હતું. લોકડાઉન હટતાંની સાથે જ અને પ્રતિબંધ ખતમ થયા બાદ મહાકાલ મંદિરમાં તહેવારોની સાથે સામાન્ય દિવસોમાં ભક્તોની સંખ્યા વધવા લાગી હતી, ભક્તોની શ્રદ્ધામાં બાબા મહાકાલનો ભંડાર અગાઉના વર્ષોની સરખામણીએ બમણો થયો છે.
મહાકાલ મંદિરમાં ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી, એક વર્ષમાં ૧૪ દિવસમાં, આ દાનની રકમ મંદિરની તિજારીમાં અલગ-અલગ રીતે એકઠી થઈ, જે અત્યાર સુધીનો એક મોટો રેકોર્ડ માનવામાં આવે છે.મંદિરના પ્રશાસક ગણેશ ધાકડે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી મંદિરમાં આવતા દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ હતી. કારણ મંદિરના વિસ્તરણનું કામ શરૂ થઈ ગયું હતું. આવી Âસ્થતિમાં ઉપલબ્ધ વ્યવસ્થા હેઠળ આવેલા ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. ભગવાન મહાકાલની આરાધના અને ભÂક્તમાં સ્થાયી થયેલા ભક્તોએ દાન દ્વારા રેકોર્ડ બનાવ્યો હતો. અમે માત્ર પ્રયત્નો કર્યા, આ બધું બાબા મહાકાલનો ચમત્કાર છે.