ગુજરાત

આનંદીબહેન પટેલના પતિ ડૉ મફત પટેલનો ઘટસ્ફોટઃ પાટીદારો ઉપર અમિત શાહે લાઠી ચાર્જ કરાવ્યો હતો

અમદાવાદ:
2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પતિ ડૉ મફત પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવ્યો હતો, જે પત્ર હાલમાં તેમને જાહેર કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં તેમણે લખેલા પત્રમાં નરેન્દ્ર મોદીને જાણ કરી હતી કે ગુજરાતના પોલીસ અધિકારીઓ ભાજપના અધ્યક્ષ અમિત શાહના ઈશારે કામ કરી રહ્યા છે. શાંત અને અહિંસક આંદોલન ચલાવી રહેલા પાટીદારો ઉપર અમિત શાહના ઈશારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પાટીદારો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.તા 15 સપ્ટેમ્બર 2015ના રોજ નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા આ પત્ર છેલ્લાં એક વર્ષથી મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલે ખુબ સારૂ કામ કર્યુ છે. પણ અમિત શાહે પોલીસ પાસે પાટીદાર ઉપર હુમલો કરાવી પાટીદારીની ઈમેજ ખરાબ કરી છે. જેના કારણે આનંદીબહેન પટેલ પણ ખુબ દુખી છે. તેમણે મુદ્દાાસર લખેલા પત્રમાં નરેન્દ્ર મોદીને ગુજરાતના વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવતા આ પ્રમાણે જણાવ્યુ હતું.

(1) પાટીદાર આંદોલન ગામે ગામ ફેલાઈ ગયુ છે. સરકાર આંદોલનને સમજી શકતી નથી, ભુતકાળની જેમ આ આંદોલનને પણ દબાવી શકાશે તેવુ સરકાર માને છે પણ તે તેમની ભુલ છે.

(2) પાટીદાર એકતા અસાધારણ છે તેને નજર અંદાજ કરવામાં આવે નહીં.

(3) કડવા અને લેઉવા પાટીદાર યુવાનો ધાર્મિક સંસ્થાના નિયંત્રણમાં નથી તેથી આ સંસ્થાઓ કોઈ મદદ સરકારને કરી શકે તેમ નથી

(5) ગુજરાતના નિતીન પટેલ સૌરભ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર સી ફડદુ કાર્યક્ષમ નથી, તેથી તેઓ આ પ્રશ્નનો ઉકેલ લાવી શકે તેમ નથી.

(6) મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આંદોલનને અટકાવવા માે પ્રયત્ન કરે છે. પણ તે માટે સરકારે દસ દિવસમાં કોઈ જાહેરાંત કરવી પડશે. જો આપ તે દિશામાં કઈ કઈક કરશો તો વાત શકય બનશે નહીતર ચુંટણીમાં ભાજપ ધોવાઈ જશે.તેમણે પત્રમાં સરકારની ટીકા કરતા કહ્યુ કે શાંત આંદોલનને હિંસક બનાવવાનું કામ સરકારે કર્યુ છે. જેનો તેવો પણ અર્થ થાય તે પોલીસ અને વહિવટી તંત્ર ઉપર સરકારનો કાબુ નથી. પોલીસે નિદોર્ષ યુવકો પકડી જેલમાં નાખી દીધા છે. કરોડોની ખાનગી મિલ્કતો પોલીસે તોડી નાખી છે. જેના વિડીયો વિશ્વ આખામાં ફરતા થયા છે.જેવો તમામ દરી સંચાર અમિત શાહનો હતો અને અમિત શાહ ઉપર તમારા આશીવાર્દ છે..

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x