ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીઃ મોદીએ આપ્યો અજય ભારત-અટલ ભારતનો નારો, કહ્યું- સિદ્ધાંતો પર જ ચાલશે પાર્ટી
નવી દિલ્હીઃ
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. રવિવારે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીએ અજય ભારત-અટલ ભાજપનો નારો આપ્યો. તેઓએ કહ્યું- ભારત ક્યારેય પણ કોઈનું વશીભૂત નથી થયું અને ભાજપ પોતાના જ સિદ્ધાંતો પર ચાલશે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં કહેવાયું કે 2022 સુધી દેશના જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ અને નકસલવાદ ખતમ થશે. પ્રસ્તાવ મુજબ કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે અન તેના કારણે તેઓએ દેશ છોડીને ભાગવું પડી રહ્યું છે. ભાજપના પ્રસ્તાવ મુજબ કાર્યકારિણીમાં NRCના મુદ્દે પણ ચર્ચા થઈ જેમાં કહેવાયું કે ઘૂસણખોરો માટે દેશમાં કોઈજ જગ્યા નથી. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, હિંદુ શરણાર્થીઓ જો દેશમાં આવે છે તો તેઓની મદદ કરવામાં આવશે.
ન્યૂ ઈન્ડિયાનું સપનું પૂરું થશે- જાવડેકર
જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રકાશ જાવડેકર કહ્યું કે, “રાજનાથ સિંહે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાજકીય પ્રસ્તાવ રાખ્યો જેને કાર્યસમિતિએ પાસ કર્યો. આ પ્રસ્તાવમાં વિશ્વાસ વ્યક્ત કરાયો કે ન્યૂ ઈન્ડિયાનું સપનું પૂરું થઈને જ રહેશે.”
– તેઓએ કહ્યું વિપક્ષની પાસે ન કોઈ નેતા છે, ન કોઈ નીતિ અને ન કોઈ રણનીતિ છે. તેથી જ વિપક્ષ હતાશ અને નકારાત્મકતાની રાજનીતિ કરી રહ્યું છે.
– બેઠકમાં કહેવાયું કે 2014થી ભાજપે 15 રાજ્યોમાં ચૂંટણી જીતી છે અને 20 રાજ્યમાં સરકારમાં છે. વિપક્ષ 10 રાજ્યોમાં છે અને કોંગ્રેસ માત્ર 3 રાજ્યોમાં સમેટાઈ ગયું છે. અને તેથી તેઓ સત્તા મેળવવા માટે પરેશાન છે અને મહાગઠબંધન જેવાં વિકલ્પો શોધી રહ્યાં છે.
– પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પાસે ન તો નેતા ન તો નિતિ. એટલા માટે જ વિરોધ પક્ષ હતાશ છે. તેમનો એક માત્ર ઉદેશ્ય મોદીને રોકવાનો છે.