પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના મંત્ર “હમ ફીટ તો ઇંડિયા ફીટ” ની ધ્યાન મા રાખીને બધી જ ઉમર ના વ્યક્તિઓ ની આવરી લઇ ફિટનેસ વિષે જાગરુક કરવામા આવ્યા
ગાંધીનગર :
સમગ્ર વિશ્વ મા ફીજ઼ીઑથેરપી ડે ૮ સેપ્ટેંબર ના રોજ ઉજવવા મા આવે છે. આ દિવસ ની ઉજવણી માટે શારદા કૉલેજ ઓફ ફીજ઼ીઑ થેરપી તથા ઇંડિયન અસોસિયેશન ઓફ ફિજ઼ઑ થેરપી વમેન્સ સેલ ગાંધીનગર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નાના બાળકો થી માંડી ને વૃદ્ધો સુધી ના બધી ઉમંર ના વ્યક્તિઓ ને સાંકળી લેવામા આવ્યા હતા. આ વર્ષ ના વર્લ્ડ કૉનફેડરેશન ઓફ ફીજ઼ીઑથેરપી ની થીમ “ફીજ઼ીઑથેરપી ઍન્ડ મેંટલ હેલ્થ” ને અનુલક્ષી ને ગાંધીનગર ઇંટરનેશનલ પબ્લિક સ્કૂલ, સી ઍમ સ્કૂલ તથા આર જી સ્કૂલ ના વિધ્યાર્થીઑ ને અભ્યાસ તથા પરીક્ષા ના સ્ટ્રેસ ના સચોટ ઈલાજ – કસરત માટે જાગરુક કરવા મા આવ્યા હતા તથા કેવા પ્રકાર ની કસરત કરવી અને કેટલો સમય કરવી તેનુ માર્ગદર્શન તથા પ્રૅક્ટિકલ ડેમૉન્સ્ટ્રેશન આપવા મા આવ્યુ હતુ. ઉનાવા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા સાગર્ભા મહિલાઑ ને, પ્રેગ્નેન્સી દરમ્યાન કરવા મા આવતી કસરતો સિખવાડવા મા આવી હતી. તથા વૃદ્ધાશ્રમ મા જઈ ને વૃદ્ધો ને પણ કસરત તથા તેના થી થતા શારીરિક તથા માનસિક ફાયદાઑ સમજાવવા મા આવ્યા હતા. આમ માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના મંત્ર “હમ ફીટ તો ઇંડિયા ફીટ” ની ધ્યાન મા રાખીને બધી જ ઉમર ના વ્યક્તિઓ ની આવરી લાઇ તેમણે ફિટનેસ વિષે જાગરુક કરવા મા આવ્યા હતા.