આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

માલ્યાનો દાવો- દેશ છોડતા અગાઉ સેટલમેન્ટ માટે નાણામંત્રી જેટલીને મળ્યો હતો

નવી દિલ્હીઃ

ભાગેડુ વિજય માલ્યાએ આજે મોટો દાવો કર્યો હતો કે, હું ભારત છોડતા અગાઉ નાણા મંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટની અદાલત બહાર તેમણે જણાવ્યું હતું કે, હું આખા મામલાના ઉકેલ માટે ભારત છોડતા અગાઉ નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. બેન્કોના કરોડોની લોનને ચૂકવવા માટે હું તૈયાર હતો પરંતુ બેન્કોએ મારા સેટલમેન્ટને લઇને સવાલો ઉભા કર્યા હતા.

બીજી તરફ માલ્યાના દાવાઓને અરુણ જેટલીએ ફગાવી દીધા હતા. જેટલીએ કહ્યું કે, માલ્યાનું નિવેદન ખોટું છે. અમારી મુલાકાત સંસદમાં થઇ હતી. વર્ષ 2014 બાદથી મે તેને મળવાનો સમય આપ્યો નથી. એવામાં તેને મળ્યો હોવાનો સવાલ જ ઉભો થતો નથી. માલ્યા રાજ્યસભાના સભ્યના કારણે મળેલા વિશેષાધિકારનો દુરુપયોગ કરીને સંસદ ભવનમાં તેમની પાસે આવી ગયો હતો.

વિજય માલ્યાના દાવા બાદ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસે માલ્યા, પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભાગેડુંની સાથે લૂંટારાઓનો વિકાસ બીજેપીનું એક માત્ર લક્ષ્ય છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આ ચોંકાવનારો મામલો છે. કેજરીવાલે પૂછ્યું કે અત્યાર સુધી નાણામંત્રીએ આ વાત કેમ છૂપાવી હતી. કેજરીવાલે દાવો કર્યો હતો કે નીરવ મોદી દેશ છોડ્યા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વિજય માલ્યાએ ભારત છોડતા અગાઉ નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં શું થયું હતું? લોકો જાણવા માંગે છે?

કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ભાગેડું સાથે, લૂંટારાઓનો વિકાસ બીજેપીનું એકમાત્ર લક્ષ્ય છે. મોદીજી, છોટા મોદી, આપણા મેહુલભાઇ, અમિત ભટનાગર જેવા પાસેથી દેશના કરોડો લૂંટાવી દીધા, વિદેશ ભગાડી દીધા, વિજય માલ્યા તો અરુણ જેટલીને મળ્યો પણ હતો, વિદાય લીધી અને દેશના પૈસા લઇને ભાગી ગયો? ચોકીદાર નહીં ભાગીદાર છે!

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x