શુ ખરેખર મોદીના ગુજરાત મોડેલને રૂપાણી સરકાર બદનામ કરી રહી છે ? જાણો હકીકત
ગાંધીનગર
PM મોદી હંમેશા લોકશાહી નો ચોથો સ્તંભ ગણાતા પત્રકારો સાથે સુમેળ ભર્યા સંબંધો રાખવા જાણીતા છે, CM માંથી મોદી ને PM સુધી લઇ જવામાં મીડિયાની ભુમિકા પણ તેઓ મહત્વની માને છે,પણ તેમનાં દિલ્હીગમન બાદ સંવેદનાહિન રૂપાણી સરકારે ગુજરાત મોડેલ ને બદનામ કરવામાં કાંઇ બાકી રાખ્યું નથી. રૂપાણી સરકારના શાસનમાં લોકશાહી નું ગળું દબાવવા ના અવાર નવાર પ્રયત્નો થાય છે,મોદીના વિકાસ મોડેલ ને રૂપાણી સરકારે મજાક બનાવી દીધું છે,થોડા સમય અગાઉ હાર્દિક પટેલનું કવરેજ કરનાર પત્રકારો પર દમન ગુજારી સંતોષ ન મેળવનાર રૂપાણી સરકારે ઍકવાર પુનઃ લોકશાહી નું ગળું દબાવવાનો હીન પ્રયાસ કર્યો છે
ગત રોજ ગાંધીનગરમાં 300 નાના અખબારોના પત્રકારો, તંત્રીઓ તથા માલિકોને સચિવાલય જતાં અટકાવાયા અને તમામની અટકાયત કરી હતી.ભાજપ સરકારના ઈશારે પત્રકારો પર દમન ગુજારનાર પોલીસ તંત્ર અંગ્રેજ શાસનને યાદ કરાવે છે.પોલીસ દમનની સરકારમાં રજૂઆત કરવા જતાં મીડિયા કર્મીઓને પોલીસે અટકાવ્યા.લોકશાહીના ચોથાસ્તંભ પત્રકારો-તંત્રીઓ સાથે જે પ્રકારની ગેરવર્તણૂંક થઈ છે તે અંગે રાજ્યની રૂપાણી સરકાર પાસે કૉંગ્રેસે જવાબ માગ્યો છે.
ભાજપ શાસનમાં સતત પત્રકારો પર હુમલા, સરકારી તંત્ર દ્વારા સતત દબાણ-દાદાગીર એ ભાજપ સરકારની સરમુખત્યારશાહી પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સારવાર લીધા બાદ SGVP હોસ્પિટલથી ઉપવાસ છાવણી જતી વખતે તેનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સાથે પોલીસ દ્વારા કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા એટલુંજ નહિ તમામ ઉપસ્થિત પત્રકારો સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ દુર્વ્યહાર કર્યો હતો.
આ ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા ત્યારે ગત બપોરે વિરોધ પ્રદર્શિત કરવા અને મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપવા જઈ રહેલા વિવિધ નાના મોટા અખબાર ના તંત્રીઓ અને પત્રકારો સ્વર્ણિમ સંકુલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તૈનાત પોલીસે તેમની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને પત્રકારો ધક્કામુક્કી થઈ હતી. પરિણામે સરકારના ઈશારે તમામ મીડિયા કર્મીઓને સેકટર 7 પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
શ્રી હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે પોલીસ અને મીડિયા કર્મીઓ સાથે જે ઘટના બની હતી. તેની માહિતી સરકાર પાસે હોવા છતાંય સરકારે ભોગ બનનાર પત્રકારો સાથે કોઈ પણ ચર્ચા કે સમાચાર જાણવા ઉદાસીન ભર્યું વલણ અપનાવ્યું છે. મનાઇ રહ્યું છે કે પોલીસ અને પત્રકાર એક બીજાના પર્યાય છે. પરંતુ સરકારમાં હાજી.નાજી.. કરવા ટેવાયેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ સરકારના ઈશારે મીડિયા તેમજ આમ જનતા સામે ફરજીયાત દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.લોકશાહીના ચોથાસ્તંભ પત્રકારો-તંત્રીઓ સાથે જે પ્રકારની ગેરવર્તણૂંક થઈ છે તે અંગે રાજ્યની રૂપાણી સરકાર જવાબ આપે. તેવી કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.