ગાંધીનગરગુજરાત

કચ્છના 10, બનાસકાંઠાના 4 તાલુકા અછતગ્રસ્ત, પાણી ચોરીનું ધ્યાન રખાશેઃ સરકાર

ગાંધીનગર :

આ વર્ષે રાજ્યમાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ નોંધાતા ધરતીપુત્રમાં ચિંતા વધી છે, તો બીજી બાજુ સરકારે સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના કેટલાક સ્થળોને અછતગ્રસ્ત જાહેર કરવા માટે અછત રાહત કેબિનેટ સબ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કચ્છના 10 અને બનાસકાંઠાના 4 તાલુકાને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
સરકારના મહેસુલ મંત્રી કૌશિક પટેલે અછત રાહત કેબિનેટ સબ કમિટીની બેઠક બાદ ગાંધીનગર ખાતેથી પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ વિગતે વાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં ઓછો વરસાદ થયો ત્યાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં કચ્છ, અદાવાદનું માંડલ અને પાટણનું ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ઓછો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના 4 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
પાણીચોરી સામે લેવાશે પગલા
કૌશિક પટેલે જણાવ્યું કે જ્યાં જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં સહાય કરવામાં આવશે. દર બુધવારે અછતગ્રસ્ત વિસ્તારની સમિક્ષા કરવામાં આવશે. અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસની તકલીફ ન પડે તે માટે પગલા લેવામાં આવશે. આ સિવાય નહેર કે ડેમમાંથી પાણી ચોરી કરનારા તમામ લોકો પર પગલા લેવામાં આવશે.
ક્યાં કેટલો વરસાદ ?
– ગુજરાતમાં સરેરાશ 76.61 ટકા વરસાદ
– કચ્છમાં અત્યાર સુધીનો 26.51 ટકા વરસાદ
– 2017 કચ્છમાં 115 ટકા વરસાદ થયો હતો
– 2016 કચ્છમાં 66.94 ટકા વરસાદ
– 2015 કચ્છમાં 136 ટકા વરસાદ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x