BJPના દિગ્ગજ નેતાએ કહ્યું- ‘હવે નક્કી કરો પપ્પુ કોણ અને ફેંકુ કોણ?’
New Delhi
વિધાનસભાની ચૂંટણીમાં 5-0થી હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી પર પોતાનું નિશાન સાધતા ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, રાહુલ ગાંધીને સલામ. સાથે જ કહ્યું કે હવે નક્કી કરો કે ફેંકુ કોણ અને પપ્પુ કોણ ?
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ સત્તામાંથી ફેંકાઈ ગઈ છે. પરાજય બાદ ભાજપના જ નેતાઓએ પક્ષ પર નિશાન સાધવા શરૃ કર્યા છે. હવે ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ નામ લીધા વિના વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મસલ પાવર, મની પાવર અને સૂટબૂટની સરકારની સાથે ઇવીએમ મશીન એ બધુ કામ આવ્યું છે. ઘણી મુશ્કેલીથી ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા છે. તેની પાછળની ચાલ કે જાળ લોકો સારી રીતે સમજી ગયા છે. યોગ્ય જ છે કે કોઈકે કહ્યું કે, આ પ્રજા છે… બધું જ જાણે છે. સિંહાએ પૂછયું કે અધિવક્તા, પ્રવક્તા અને વક્તા ? કોઈ દેખાતું પણ નથી.
એએનઆઇ સાથે વાત કરતાં સિંહાએ પરાજય અંગે ભાજપ પર વ્યંગ કર્યો હતો અને રાહુલ ગાંધીની ખૂબ જ તારીફ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત લગભગ એક વર્ષ પહેલાં જ કરાઈ હતી. એક વર્ષની અંદર આવો જબરજસ્ત, ક્રાતિકારી રિઝલ્ટ આવ્યું છે, તો એવા માણસને સલામ કરીએ કી નહીં કરીએ. દરેક સ્થળે તેમની જ વાત થઈ રહી છે.
તાલી કપ્તાનને તો ગાલી ભી કપ્તાનને
સિંહાએ ભાજપ પર કહેવત દ્વારા આકરો હુમલો કરવા સાથે કોંગ્રેસના વખાણ કરતાં કહ્યું કે, તાલી કપ્તાનને, તો ગાલી કપ્તાનને અને ગાલી કપ્તાનને તો તાલી ભી કપ્તાનને મીલની ચાહિએ. તેમણે કહ્યું કે બધા કહેતા રહ્યા કે રાહુલ ગાંધી પપ્પુ છે, હવે શક્તિ દેખાડી દીધી છે, હવે નક્કી કરો કે પપ્પુ કોણ છે અને ફેંકુ કોણ છે ?