મોરારી બાપુએ ગણિકાઓની હાજરીમાં સંભળાવી ‘રામકથા’
અયોધ્યાઃ
મોરારી બાપુની કથા અયોધ્યામાં 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલવાની છે.
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં રામચરિતમાનસની કથાનો રસ પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુના મોઢેથી સાંભળવા માટે દેશના અનેક વિસ્તારોમાંથી ગણિકાઓ આવી હતી
મનમીત ગુપ્તા, અયોધ્યાઃ સમાજમાં ગણિકાઓ (નગરવધુઓ)ને સામાજિક દાયરામાં બેસવાનો અધિકાર નથી અને સમાજ તેમની સાથે અસ્પૃશ્યતાપૂર્ણ વ્યવહાર કરે છે ત્યારે પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુએ ધાર્મિક નગરી અયોધ્યામાં એ જ ગણિકાઓને મંજની બાજુમાં બેસાડીને પ્રમુખ સ્થાન આપીને તેમનું સન્માન કર્યું છે. કથાવાચક મોરારી બાપુએ પોતાની કથાની શરૂઆત પણ ગણિકાઓના પ્રસંગથી કરી હતી. મોરારી બાપુના મંચની બાજુમાં જ્યાં શ્રીમંતો, અધિકારીઓ અને અયોધ્યાના ધારાસભ્યો બેઠા હતા ત્યાં જ ગણિકાઓના બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં રામચરિત માનસની કથાનો રસ પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુના મોઢેથી સાંભળવા માટે દેશના અનેક વિસ્તારોમાંથી ગણિકાઓ આવી હતી. મોરારીબાપુના આહ્વાન પર ગણિકાઓ અયોધ્યા પહોંચી હતી. અત્યારે ભક્ત માલના બગીચામાં કથાવાચક મોરારીબાપુની કથા ચાલી રહી છે.
ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરીત માનસમાં ગણિકાઓ પર એક પ્રસંગ છે. કથાવાચક મોરારીબાપુએ ગણિકાઓના ઉદ્ધાર માટે તેમના જ પ્રસંગો સાથે પોતાની કથાની શરૂઆત કરી હતી. કથાવાચક મોરારી બાપુની કથા અયોધ્યામાં 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલવાની છે. જેમાં દરરોજ દેશના જુદા-જુદા ખૂણામાંથી આવેલી ગણિકાઓ મોરારીબાપુના કથા રસને સાંભળીને પોતાના જીવનનો ઉદ્ધાર કરશે.
મોરારીબાપુએ જણાવ્યું કે, અયોધ્યા ભગવાન શ્રી રામની નગરી લોકોના જીવનનો ઉદ્ધાર કરનારી નગરી છે. તેમની નગરીમાં રામચરિત માનસની કથાનો પ્રસંગ કહેવો અને ગણિકાઓનું આગમન તેમના જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે. શ્રીરામની કૃપાથી આ ગણિકાઓના જીવનમાં પરિવર્તન આવશે અને ઈશ્વર આ ગણિકાઓનો ઉદ્ધાર કરશે.