મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા
ગુજરાતના રાજકારણમાંથી અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.
મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, અને ત્યારબાદ તેમની સૂચનાથી તેમના સહિત કુલ 16 મંત્રીઓએ પોતાના રાજીનામાં સુપરત કર્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસેથી રાજીનામું માગ્યું નહોતું.
સૂત્રોના અહેવાલ મુજબ, મંત્રીઓ અને મુખ્યમંત્રીની બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ તમામ મંત્રીઓના રાજીનામાં રાજ્યપાલને સુપરત કરવામાં આવશે. આ ઘટનાને મંત્રીમંડળના આયોજિત વિસ્તરણ પહેલાં સંગઠન અને હાઈકમાન્ડના વ્યાપક ફેરફારોની નીતિના ભાગરૂપે જોવામાં આવી રહી છે.