એકસાથે 300 સફાઇ કામદારોને છુટા કરાતાં રોષ
વડાપ્રધારનરેન્દ્ર મોદી દ્વારા દેશમાં જોરશોરથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમના રાજ્યના પાટનગરના સફાઇ કર્મચારીઓને મહાપાલિકા દ્વારા છુટા કરવામાં આવ્યા છે. પાટનગરમાં સફાઇ કામદારોનુ કોકડુ ગુંચવાતુ જાય છે. કોર્પોરેશનમાં સફાઇ કરતા 300 કામદારોને એકા એક 31 જુલાઇએ છુટા કરી દેવાતા રોષ ફાટી નિકળ્યો છે. જો ફરીથી ફરજ પર હાજર નહીં કરાય તો એક કર્મચારીએ કચેરીમાં ઝેરી દવા ગટગટાવવાની ચીમકી ઉચ્ચારી છે.
મહાપાલિકામાં ફરજ બજાવતા 300 સફાઇ કામદારોને અચાનક છુટા કરી દેવાયા છે. ત્યારે કર્મચચારીઓમાં રોષ ફેલાયો છે. પાટનગરને સ્વચ્છ રાખતા કામદારો પર એકાએક કાતર ફેરવી દેવામાં આવી છે. કામદારોના આગેવાન પંકજ ઝાપડીયાએ કહ્યું કે કામદારો 31 જુલાઇના રોજ નોકરી પણ ગયા હતા, ત્યારે તેમને વોર્ડના સેનેટરી ઇન્સપેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે ‘હવે તમારી કોઇ જરૂર નથી, કાલથી આવતા નહીં કામદારો લાલઘૂમ થઇ ગયા હતાં.