રાષ્ટ્રીય

ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓને મળશે 10 ટકા અનામતનો લાભ? આ રહ્યું જ્ઞાતિઓનું લિસ્ટ

નવી દિલ્હીઃ

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટ મળી હતી જેમાં સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા. ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓના લોકોને આ અનામતનો લાભ મળશે તે જ્ઞાતિઓ પર એક નજર કરીએ.

બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ- નાગર, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર- પટેલને 10 ટકા અનામતનો લાભ મળશે.

આ ઉપરાંત લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા- લવાણા- લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), દશા- વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના), સોની- સોનાર- સુવર્ણકાર, સિંધી (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે)ને 10 ટકા અનામતનો લાભ મળશે.

સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન ( પટેલ ), પટેલ ( મુસ્લિમ ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે), વ્યાપારી (મુસ્લિમ), અત્તરવાલા, પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદીને પણ અનામતનો લાભ મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x