ગાંધીનગરગુજરાત

બેન આખો દિવસ ઘરમાં જ રહ્યાં, સુરક્ષા અવરોધ વગર બધાને મળવા દીધા

ગાંધીનગર : મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિનંતીનો ઘટસ્ફોટ કર્યા બાદનો પહેલો દિવસ આનંદીબહેન પટેલે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસે જ ગાળ્યો હતો. એટલું જ નહીં, દિવસ દરમિયાન તેમને મળવા આવનારાઓની સંખ્યા વધવા માંડતા તેમણે સિક્યુરીટી સ્ટાફને માત્ર સુરક્ષાના પાસાંથી ચકાસણી સિવાય કોઈ જ આગ્રહો અને બંધનો સિવાય મુલાકાતીઓને પ્રવેશવા દેવાની સુચના આપી હતી.
સિક્યોરિટીના અવરોધ વગર બધાને મુક્ત મને મળવા દીધા

આનંદીબહેન પટેલે મંગળવારનો આખો દિવસ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે મુલાકાતમાં વિતાવ્યો હતો. સવારે આનંદીબહેન પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક બોલાવી હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉર્જા વિભાગની વિન્ડ પાવર પોલીસીને પણ મંજૂરી આપી હતી.

કાર્યકરોને ખંત અને ઉત્સાહથી પાર્ટી માટે કામ કરવાની અપીલ

અધિકારીઓ સિવાય તેમને વિવિધ મતવિસ્તારના ધારાસભ્યો અને તેમના જ મતવિસ્તાર ઘાટલોડિયાના કાર્યકરો પણ મળવા પહોંચ્યા હતા. આમાં બહેનને મળવા આવેલી કેટલીક મહિલા કાર્યકરો રડી પડતા બહેન પણ ગળગળા થઇ ગયા હોવાનું ત્યાં હાજર રહેલા કેટલાક આગેવાનોએ કહ્યું હતું. પરંતુ મક્કમતા કેળવી તેમણે કાર્યકરોને એ જ ખંત અને ઉત્સાહથી પાર્ટી માટે કામ કરવાની અપીલ કરી હતી.

આગળ વાંચો બેન ગુજરાતમાં જ રહેશે, આજે કેબિનેટની બેઠક નહીં યોજાય, પાટીદાર નેતાઓ પણ મળ્યા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x