આલોક વર્માને સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો પણ PMની સમિતિએ ફરી ડાયરેક્ટર પદેથી હટાવતા વર્માએ નોકરી માથી રાજુનામુ ધરી દીધુ.
નવી દિલ્હી :
CBIના ડાયરેક્ટર તરીકે હટાવાયા બાદ આલોક વર્માએ સરકારને પોતાનુ રાજીનામુ મોકલી આપ્યુ છે. વર્માને બદલી કરીને ફાયર સર્વિસ અને હોમગાર્ડના ડાયરેક્ટર બનાવાયા હતા. જોકે તેમણે ચાર્જ લેવાનો ઈનકાર કર્યો હતો અને એ પછી હવે સરકારને રાજીનામુ જ મોકલી આપ્યુ છે.
અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમની 1979ની બેચના IPS ઓફિસર આલોક વર્મા સીબીઆઈના 27મા ડાયરેક્ટર હતા. આ પહેલા તેઓ દિલ્હીના પોલીસ કમિશ્નર પણ રહી ચુક્યા હતા. તેઓ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થવાના હતા.
તેમનો ડાયરેક્ટર તરીકેનો કાર્યકાળ વિવાદ રહ્યો હતો. વર્મા અને CBIના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. બાદમાં અસ્થાના સામે વર્માએ FIR નોંધાવી હતી.
સરકારે જોકે આલોક વર્મા અને અસ્થાનાને રજા પર ઉતાર્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે તેમને પાછા ડાયરેકટરની ખુરશી સોંપવાનો હુકમ કર્યો પણ PMની અધ્યક્ષતાવાળી સમિતિએ તેમને ગઈકાલે ફરી ડાયરેક્ટર પદેથી હટાવી દીધા હતા.