અમદાવાદવાસીઓને ટ્રાફિક જામમાંથી મળશે રાહત, આજથી નવો બ્રિજ ખુલ્લો મુકાયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદની જનતાને મોટી ભેટ આપી છે. અમદાવાદના રીંગરોડ પર બનેલ સાંથલ બ્રિજનું અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદના સનાથલ એસપી રીંગ રોડ પર બનેલ આ બ્રિજને આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે. શહેરના લોકો માટે બ્રિજ ખુલ્લો મુકાતા હવે અમદાવાદના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સાંથલ-એસપી રીંગ રોડ પર 97 કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે.
આ સાથે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 154 કરોડના ખર્ચે અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કર્યું છે. જેમાં સનાથલ એસપી રીંગ રોડ પર 97 કરોડના ખર્ચે બનેલ પુલનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાતા વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.
વિવિધ કામોનું ઉદ્ઘાટન કરતાં અમિત શાહે કહ્યું કે, મારા મતવિસ્તારમાં વિકાસ કાર્યોની ભેટ આપવા માટે હું AMC, Auda અને રાજ્ય સરકારને અભિનંદન આપું છું. 154 કરોડના ખર્ચના વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમાંથી સૌથી મહત્વનો છે સનાથલ ફ્લાયઓવર. હું ધારાસભ્ય હતો ત્યારથી આની માંગ હતી, આજે હું સાંસદ તરીકે તેની શરૂઆત કરીને ખુશ છું. આ કામ માટે સાણંદના ધારાસભ્ય મારી પાછળ પડ્યા. શેલા વિસ્તારમાં ચાલી રહેલા રહેણાંક બાંધકામને જોતા ત્યાં ડ્રેનેજ લાઇનનું મહત્વનું કામ કરવામાં આવ્યું છે. હું તમામને અભિનંદન આપું છું જેમને આવાસ મળ્યું છે. સ્માર્ટ સ્કૂલથી બાળકો દરેક બાબતમાં આગળ વધી શકશે. સ્માર્ટ સ્કૂલ એ માત્ર એક ખ્યાલ નથી પરંતુ બાળકનું જીવન બદલવાનું માધ્યમ છે. આ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓને અભિનંદન.