ધ્યાન કોમર્સમાં ભણતી મિતાલી પ્રજાપતિ M.Comમાં અને વિધી રાઠોડ S.Y.B.Comમાં સમગ્ર ગાંધીનગરમાં પ્રથમ ક્રમે આવ્યા
ગાંધીનગરમાં વર્ષોથી સતત ઉચ્ચ પરિણામ આપતા ધ્યાન કોમર્સ ગ્રુપ ટયુશનની વિધાર્થીનિઓએ ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી તેમજ ગાંધીનગરમાં મેદાન માર્યુ છે. ધ્યાન કોમર્સ ગ્રુપ ટયુશનમાં અભ્યાસ કરતી S.Y.B.COM(SEM-3)ની વિદ્યાર્થિની રાઠોડ વિધી રમેશભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાં (413/490) 84 % સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 15મો ક્રમ અને સમગ્ર ગાંધીનગરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમાં કોસ્ટ એકાઉન્ટમાં 67/70, સ્ટેટેસ્ટિકમાં 66/70,કોર્પોરેટ એકાઉન્ટમાં 63/70 અને ટેક્સેશનમાં 60/70 ગુણ પ્રાપ્ત કરીને ચૌધરી કોમર્સ કોલેજ અને સમગ્ર ગાંધીનગરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ સાથે M.Com (sem-1)ની વિદ્યાર્થિની પ્રજાપતિ મિતાલી નિલકંઠભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાં M.Com (sem-1) (331/420) 79% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 4થો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમાં બિઝનેશ રિસર્સ મેથડમાં 63/70 તથા એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં 50/70 ગુણ પ્રાપ્ત કરીને સરકારી કોમર્સ કોલેજ અને સમગ્ર ગાંધીનગરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તથા T.Y.B.Com (sem-6)માં પણ ગુજરાત યુનિવર્સિટીમાં 3જો ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને 4 ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા હતા અને સમગ્ર ગાંધીનગરનુ તેમજ કોલેજ નુ નામ રોશન કર્યુ છે. જેને સંસ્થા તરફથી પણ ખુબજ શુભેચ્છાઓ આપવામા આવી છે. તેવુ ધ્યાન કોમર્સ ગ્રુપ ટયુશનના સંચાલક દર્શન ભાવસારની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.