ahemdabad

કોરોનાને કારણે રોગપ્રતિકારકશક્તિ ઘટતાં H3N2ના કેસમાં વધારો

અમદાવાદની પ્રતિષ્ઠિત કુસુમ ધીરજલાલ (કેડી) હોસ્પિટલ ખાતે એસોસિયેશન ઓફ ફિઝિશિયન ઓફ અમદાવાદ, ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન અને એસોસિયેશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન્સ ઓફ ગુજરાતના સહયોગથી બે દિવસીય કે.ડી. નેશનલ પલ્મોનરી અને ક્રિટિકલ કેર કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં દેશના અગ્રણી તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાં પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર મેડિસિન ક્ષેત્રે ૬૫થી વધુ અગ્રણી તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એઈમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, ડો. સંદીપ અટ્ટવર, ડો. રાજા ધાર, ડો. રિતેશ અગ્રવાલ, ડો. પરિક્ષિત પર્યાગ, કેડી હોસ્પિટલના પલ્મોનોલોજી-ક્રિટિકલ કેરમાં નિષ્ણાત ડો. હરજીત ડુમરા, ડો. મુકેશ પટેલ, ડો. માનસી દંડનાયક, ડો. પ્રદીપ ડાભી સહિત કેડી હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી.ઈઆ કોન્ફરન્સમાં ઉપસ્થિત મોટાભાગના તબીબોના મતે કોરોનાને લીધે રોગપ્રતિકારક શક્તિ ઘટતાં એચ૩એન૨ના કેસમાં વધારો જોવા મળ્યો છે.

કોન્ફરન્સ દરમિયાન ‘વર્તમાન વાયરલ ચેપ પર નિષ્ણાતોની સર્વસંમતિ’ના શિર્ષક હેઠળના બે શ્વેતપત્રો લોકોની જાગૃતિ વધારવા માટે બહરા પડાયું હતું. કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઇએ જણાવ્યું કે, ‘વાયરસને કારણે શ્વસન ચેપનો સતત ઉદ્ભવ થઇ રહ્યો છે, જે રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. અમે દર્દીઓ અને તેમના પરિવારો બંને પર આ રોગની હાનિકારક અસરોનું અવલોકન કર્યું છે. ચિકિત્સકો અને લોકોને વ્યાપક રીતે માર્ગદર્શન મળે ેએ માટે અમે પ્રોફેશ્નલ્સને બોલાવવા તેમજ સર્વસંમતિ બનાવવા માટે અપીલ કરી હતી. સર્વસંમતિનો ધ્યેય તબીબી સમુદાય અને જાણ સમુદામાં વર્તમાન વાયરલ વલણો વિશે જાગૃતિ વધારવાનો હતો. નિષ્ણાત સર્વસંમતિ દસ્તાવેજ વ્યાપક વિશ્લેષણ પ્રદાન કરે છે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x