રાષ્ટ્રીય

રાહુલ ગાંધીના ઘરે પોલીસના દરોડા: ભારત જાેડો યાત્રામાં કરેલા દાવાની વિગતો માંગી

ભારત જાેડો યાત્રા સમયે કાશ્મીરમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના ભાષણના સંદર્ભમાં પુછપરછ કરવા માટે દિલ્હી પોલીસ રવિવારે તેમના ઘરે પહોંચી ગઈ હતી. પોલીસે તેમને પહેલા જ નોટિસ જાહેર કરીને એ પીડિત મહિલાની જાણકારી માગી હતી, જે કથિત રીતે તેમને મળી હતી અને પોતાની સાથે થયેલ ઉત્પીડન વિશે વાત કરી હતી. રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાન પર નોટિસના સંબંધમાં તપાસ કરવા પહોંચ્યા હતા. સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, તે યૌન ઉત્પીડનનો શિકાર એ મહિલાઓ વિશે જાણકારી માગવા માટે રાહુલ ગાંધીના ઘર પર ગયા, જેનો ઉલ્લેખ ભારત જાેડો યાત્રા દરમિયાન પોતાના ભાષણમાં કર્યો હતો.

અમે અહીં તેમની સાથે વાત કરવા આવ્યા છીએ. રાહુલ ગાંધીએ ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે, તેઓ કેટલીય મહિલાઓને મળ્યા અને તેમણે જણાવ્યું છે કે, તેમની સાથે બળાત્કાર થયા છે. અમે તેમની પાસેથી વિગતો લેવાની કોશિશ કરી રહ્યા છીએ, જેથી પીડિતોને ન્યાય અપાવી શકાય. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, અમે ૧૫ માર્ચે તેમની પાસે પહોંચ્યા, પણ તેઓ મળ્યા નહીં. તેમણે કહ્યું કે, તેના બીજા બે દિવસ પણ અમે ગયા. તેમને નોટિસ આપી હતી. અમે અહીં પીડિતોની વિગતો લેવા આવ્યા હતા. જાે પીડિત દિલ્હીથી હશે તો તપાસ ફટાફટ થશે. સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, અમે રાહુલ ગાંધી સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે, તેમને થોડો સમય જાેઈએ. તેઓ અમને એ જાણકારી આપશે, જે અમારે જાેઈએ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ એક લાંબી યાત્રા હતી અને તેમણે કેટલાય લોકો સાથે મુલાકાત કરી હતી. તેને ભેગુ કરવા માટે થોડો સમય લાગશે. તેમણે અમને વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ ટૂંક સમયમાં જાણકારી આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x