ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવવામાં આવી
આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 હતી, જેને એક વર્ષ લંબાવવામાં આવી છે. હવે આધાર અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માંગતા લોકોને વધુ સમય મળ્યો છે.
મળતી માહિતી મુજબ, સરકારે લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. લોકોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ગેઝેટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 1 એપ્રિલ, 2023થી વધારીને 31 માર્ચ, 2024 કરી છે. ગઈકાલે આ સંદર્ભે એક સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારવાની માંગ પર સરકાર દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાન અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. સરકારે આ 1000 રૂપિયા માટે દંડની જોગવાઈ પણ કરી છે