મ. દે.ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે વિશ્વ જળ દિવસ નિમિતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે વિશ્વ જળ દિવસ નિમિતે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ ના રાષ્ટ્રીય સેવા યોજના, જી 20, આજીવન શિક્ષણ અને વિસ્તરણ કાર્ય વિભાગ, પર્યાવરણ મિત્ર સંસ્થા તથા પીપલ ઈન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પાણી ને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમાં પર્યાવરણ આબોહવા અને પરિવર્તન, પાણી પ્રદૂષણ અને આરોગ્ય, પાણી ખેતી અને જૈવિવિધતા વિષય પર સ્પર્ધકો એ રજૂઆત કરી હતી. આ કાર્યક્રમ માં સૌ પ્રથમ વિદ્યાપીઠની પરંપરા મુજબ મહેમાનો નું સુતરની આંટી થી સ્વાગત કરવામાં આવ્યું હતું. પર્યાવરણ મિત્ર સંસ્થા માંથી શ્રી મહેશભાઈ પંડ્યા, ફાલ્ગુની બેન જોષી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર થી નિધિબેન, ગૂજરાત વિદ્યાપીઠ ના રાષ્ટ્રીય સેવા યોજના ના સંયોજક ડૉ.અરુણભાઈ ગાંધી, ગ્રામસેવા સંકુલના સંયોજક ડૉ રાજેન્દ્ર જોષી, આજીવન શિક્ષણ વિભાગ ના અધ્યાપિકા ડૉ. શેતલ બડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા સ્પર્ધકો માં પ્રથમ નંબર મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના સત્ર 6 ના મયુર ડાંગર એ પ્રાપ્ત કર્યો હતો. બીજો નંબર શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખા ના નીતાબેન પરમાર અને ત્રીજો નંબર મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ ના સત્ર 6 ના જય પંચાલ એ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, શારીરિક શિક્ષણ વિભાગ, માઇક્રો બાયોલોજી વિભાગના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે ની ભૂમિકા ફાલ્ગુની બેન જોષી અને નિધિ બેન એ નિભાવી હતી. સમય પાલન નું કાર્ય ડૉ. શેતલ બડોડિયા એ કર્યું હતું. આભાર દર્શન શ્રી બળદેવ ભાઈ મોરી એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર અને જી 20 ના કો ઓર્ડીનેટર ડૉ.મોતીભાઈ દેવું અને ડૉ.દિવ્યેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંયોજક શ્રી ડૉ રાજેન્દ્ર જોષી અને સહ સંયોજક ડૉ. કનુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ડૉ. મોતી દેવું અને ડૉ.દિવ્યેશ ભટ્ટ દ્વારા સુંદર રીતે યોજાયો.