ગુજરાત

સુરતના વિકાસ નક્શાનું પ્રાથમિક જાહેરનામું મંજૂર, જાણો કયા 22 નવા ગામોનો SUDAમા સમાવેશ થશે.

સુરત :

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ત્વરિત નિર્ણયો લેવાની સફળગાથા ચાલુ રાખતા સુરત શહેરનો વિકાસ નક્શો મંજૂર કરી શહેરને દુનિયાના વિકસતા શહેરોની હરોળમાં મૂકવાની આગેકૂચ કરાઈ છે.

ખાસ કરીને 120 મી.ના રિંગરોડની પથરેખાનો યોગ્ય રીતે વિકાસ થાય તેવા હેતુથી આયોજનમાં ઓલપાડ તાલુકાના સાંધીયેર, માધર, પરીયા, સીવાણ, ભારૂડી, કારેલી, સાયણ, કુડસડ, ખલીપોર અને નરથાણ એમ 10 ગામો તથા કામરેજ તાલુકાના શેખપુર, વેલંજા, ધલુડી, અંત્રોલી, થારોલી, નવીપારડી, ધોરણ પારડી, કરજણ, વલણ અને પરબ મળી 10 ગામો અને પલસાણા તાલુકાના ભુતપોર અને કણાવ એમ 2 ગામો મળી કુલ 22 ગામોનો SUDAની હદમાં સમાવેશ કરાયો છે.

સરકારે મંજૂર કરેલા DPમાં નીચેની મહત્ત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

SUDAમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે ઉપરની આશરે 25 કિ.મી. લંબાઈની રસ્તા રેખા પર રસ્તાની બંને બાજુએ 1 – 1 કિ.મી. સુધી કામરેજ- પલસાણા કોરીડોર રૂપે હાઇ ડેન્સીટી ઝોન જાહેર.

સદર કામરેજ-પલસાણા કોરીડોરની જમીનોમાં 4.0નો FSI મળવા પાત્ર થશે.

આમાં બેઝ FSI તરીકે 1.2 તથા ચાર્જેબલ FSI તરીકે 2.8 મળી 4.00 સુધીની FSI ચાર્જેબલ FSI માટે જંત્રીના 40 ટકા મુજબ વસૂલવામાં આવશે.

સમગ્ર વિસ્તાર માટે ખાસ નગર રચના યોજના બનાવવામાં આવશે.

નગર રચના યોજના બનાવતી વેળાએ નેશનલ હાઇવેની બંને બાજુએ સમાંતર 30 મી. અને 45 મી. પહોળા રસ્તાઓનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત, અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સુચિત સ્ટેશનની આસપાસના આશરે 1000 હેકટર વિસ્તારને હાઇસ્પીડ રેલ કોરીડોર (High Speed Rail Corridor – CBD – HSR-CBD – hNODE) તરીકે જાહેર કરવામાં આવશે.

સદર હાઇસ્પીડ રેલ કોરીડોરમાં આવતી જમીનોમાં મહત્તમ 5.4 સુધીની FSI મળવા પાત્ર થશે.

આમાં બેઝ FSI તરીકે 1.8 તથા ચાર્જેબલ FSI તરીકે 3.6 મળી 5.40 સુધીની FSI ચાર્જેબલ FSI માટે જંત્રીના 40 ટકા મુજબ વસૂલવામાં આવશે.

શહેરની અંદર આવેલી ઔદ્યોગિક વસાહતોને શહેરની બહાર લઈ જવાના ભાગરૂપે સુચિત ઇન્ડસ્ટ્રી શિફ્ટિંગ ઝોન તરીકે સ્પેશિયલ નોડ CGDCRની જોગવાઈઓ કરાઈ છે. આ જોગવાઈઓમાં સ્પેશિયલ નોડમાં રહેણાક અથવા વાણીજય હેતુ માટે વિકાસ કરે તો રહેણાક R1 તરીકે બેઝ FSI 1.8 + 0.9 (ચાર્જેબલ) FSIનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભવિષ્યના વિકાસને ધ્યાને રાખી પહોળા રસ્તા મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. SUDA વિસ્તારમાં સમાવેશ થયેલા વાંસવા, દામકા, ભટલાઇ તથા મોરા ગામની ખેતી વિષયક ઝોનમાં સમાવિષ્ટ જમીનોની આજુબાજુમાં હજીરાનો મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વિસ્તાર હોઈ તેના કામદારોને રહેણાંક મકાનોનો લાભ મળે તે હેતુથી સદર જમીનોનો રહેણાક ઝોનમાં ફેરફાર કરાશે.

વધુમાં SUDA DP-2035મા સૂચવાયેલ રિઝર્વેશનોની જરૂરિયાત બાબતે ઝીણવટભરી ચકાસણી કરી, અભ્યાસ કરવા સ્થાનિક કક્ષાએ એક કન્સલ્ટેટીવ કમિટીની રચના કરાઈ છે. આ કમિટીમાં નીચે મુજબના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

1. અધ્યક્ષ, SUDA અને મ્યુનિસીપલ કમિશનર સુરત અધ્યક્ષ.
2. કલેકટર, સુરત અને સભ્ય સુડા બોર્ડ, સુરત સભ્ય.
3. મુખ્ય કારોબારી અધિકારી, સુડા, સુરત સભ્ય.
4. ડે. કમિશનર(પી.એન્ડ ડી.) સુરત મહાનગર પાલિકા, સુરત સભ્ય.
5. અધિક મુખ્ય નગર નિયોજક, સુડા, સુરત સભ્ય સચિવ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *