ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતના કયા બે હાઇવેના બાંધકામમાં ઝડપ કરવા કેન્દ્રએ આદેશ કર્યો. જાણો

ન્યુ દિલ્હી :

ભારતમાં ત્રણ મોટા એક્સપ્રેસ હાઇવે ઉપર કેન્દ્રની નજર મંડાઇ છે. એક માર્ગ દિલ્હીથી મુંબઇનો છે અને બીજો અમદાવાદ એટલે કે વડોદરાથી મુંબઇનો છે જ્યારે ત્રીજો માર્ગ અમદાવાદથી ધોલેરાનો છે. આ ત્રણેય માર્ગો કેન્દ્ર સરકાર માટે અતિ મહત્ત્વના છે જેને આગામી ત્રણ વર્ષમાં પૂરાં કરવાના કેન્દ્રએ આદેશ આપ્યા છે.

કેન્દ્ર સરકારે ગુજરાતને આદેશ કર્યો છે કે અમદાવાદ અને મુંબઇ વચ્ચેના એક્સપ્રેસ હાઇવેના કામમાં ઝડપ કરવી જોઇએ. આ કામગીરીમાં નેશનલ હાઇવે ઓથોરિટી પણ સંલગ્ન હોવાથી કેન્દ્રએ તેના મંત્રાલયને પણ સૂચના આપી છે કે આ એક્સપ્રેસ હાઇવે નું કામ 2022 પહેલા પૂરું થવું જોઇએ. કેન્દ્રના માર્ગ પરિવહન અને રાજ માર્ગ મંત્રાલયે ગુજરાતને કહ્યું છે કે આ હાઇવેના કામમાં ઝડપ આવે તે જરૂરી છે, કેમ કે તે હાઇવે ડીએમઆઇસી પ્રોજેક્ટ સાથે જોડાયેલો એક્સપ્રેસ હાઇવે છે. રાજ્યના માર્ગ મકાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે પ્રોજેક્ટમાં ગમે તેટલી ઉતાવળ કરીએ પરંતુ હજી અઢી થી ત્રણ વર્ષ થવાના છે. જો કે બુલેટ ટ્રેન આવતા સુધીમાં તો આ એક્સપ્રેસ હાઇવે તૈયાર થઇ ચૂક્યો હશે.

માર્ગ-મકાન વિભાગ એક અધિકારીએ કહ્યું હતું કે અમદાવાદથી મુંબઇ રોડ નેટવર્કથી જવું હોય તો હાલ 9થી 10 કલાક થાય છે પરંતુ વડોદરાથી મુંબઇનો એક્સપ્રેસ માર્ગ જ્યારે ખુલ્લો મૂકાશે ત્યારે આ અંતર ઘટીને ચાર કલાકથી પાંચ કલાકનું થવાની સંભાવના છે. વડોદરાથી મુંબઇના એક્સપ્રેસ હાઇવેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ હાઇવેના વિસ્તરણના કારણે વડોદરાથી મુંબઇ માત્ર અઢીથી ત્રણ કલાકમાં પહોંચી શકાશે.

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પૈકી ગુજરાતમાંથી પસાર થતા વડોદરા-કીમ એક્સપ્રેસ હાઇવેનું 125 કિલોમીટરની લંબાઇનું કામ 8741 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે જે બે વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અમદાવાદ- ધોલેરા એક્સપ્રેસ હાઇવેનું 110 કિમી લંબાઇના માર્ગનું 7700 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ માર્ગનું કામ વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

બીજી તરફ દિલ્હીથી મુંબઇની વચ્ચે 1,450 કિલોમીટરના અંતરને લગભગ 1,250 કિલોમીટર સુધી ઓછું કરવામાં આવશે. હાલ રોડ દ્વારા દિલ્હીથી મુંબઇ પહોચતા 24 કલાક લાગે છે. નવા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ થવાથી 12 કલાક ઓછો થઇ જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x