ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

વાઇબ્રન્ટ સમિટમાંથી આ ગુજરાતી ઉદ્યોગપતિના નામની થઈ બાદબાકી, મોદીની છે નજીક, જાણો વિગત.

ગાંધીનગરઃ

ગુજરાતમાં 2003માં યોજાયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી ભાગ લેતા આવેલા અનિલ અંબાણીને આ વખતે આમંત્રણ આપવામાં આવ્યું નથી. સરકારે જાહેર કરેલા આમંત્રિત ઉદ્યોગપતિઓની યાદીમાં તેમનું નામ નથી. રાફેલ ડીલના કારણે તેમનું નામ ગુમ હોવાની હાલ ચર્ચા થઈ રહી છે.

આ અંગે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી મનોજ દાસે એક અંગ્રેજી ન્યૂઝ પેપર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત એ રાજ્ય માટે ખૂબ જ મહત્વની અને પ્રતિષ્ઠિત ઈવેન્ટ છે. જેથી અમે ખૂબ જ તકેદારી પૂર્વક આમંત્રિત બિઝનેસ લીડર્સના નામનું લિસ્ટ તૈયાર કર્યું છે. એવા કોઈપણ બિઝનેસ લીડર કે જેમના નામથી થોડી ઘણી પણ નેગેટિવિટી આ પ્રોગ્રામમાં આવે તેમને આમંત્રણ આપવાનું ટાળ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાતની શરુઆતથી જ અનિલ અંબાણી દરેક ફંક્શનમાં સ્ટેજ પર આગલી હરોળમાં દેખાયા છે અને 2009માં તેમણે જ સૌથી પહેલા ગુજરતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા. ત્યાર બાદ દેશના અન્ય ઉદ્યોગપતિઓએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ, સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી અને કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ ઉદય કોટક, વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી, આઇટીસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી, ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ-ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ, હિન્દુસ્તાન સેનિટરીવૅર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી અને ફિક્કીના પ્રેસિડેન્ટ સંદીપ સોમાની, વેલસ્પન લિ.ના ચેરમેન બી. કે. ગોયેન્કા, એચડીએફસીના ચેરમેન દીપક પારેખ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર, ઓએનજીસીના ચેરમેન શશી શંકર અને આઇઓસીએલના ચેરમેન સંજીવ સિંહ વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x