રેડીયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ ટેકવોન્ડો અને કયુબ કમ્પીટીશનમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા
પાટનગરના સરગાસણ સ્થિત ટી.પી.નં.-9 વિસ્તારમાં આવેલ રેડીયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ટેકવોન્ડો અને ક્યુબ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું તથા શાળાનું નામ રોશન કરેલ છે. તાજેતરમાં યોજાયેલ ગાંધીનગર ડીસ્ટ્રીક ઇન્ટર ક્લાસ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ-૨૦૨૩માં વિશ્વા આગજાએ ગોલ્ડ મેડલ, આદિત્ય ઘોડકિયાએ સિલ્વર મેડલ, તેમજ પ્રાંજલ ઘોડકિયા અને અક્ષત અગજાએ બ્રોન્ઝ મેડલ જીત્યા. બીજી તરફ રાજ્ય કક્ષાની નેશનલ ક્યુબ સિલેકશન ચેમ્પિયનશીપ-૨૦૨૩માં મોઢ મન બ્રોન્ઝ મેડલ જીતીને નેશનલ ક્યુબ કમ્પીટીશન માટે પસંદગી પામ્યો.
સંસ્થાના પ્રમુખ અને આચાર્યશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતેલ શાળાના વિદ્યાર્થીઓને તેમની સખત મહેનત અને જીત બદલ બિરદાવવામાં આવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.