ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહમદ દોષિત જાહેર
પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને સોમવારે (27 માર્ચ) પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો.આજે અતીક અહેમદને એમપી એમએલએ કોર્ટમાં હાજર થવાનું છે.
ઉમેશ પાલ હવે આ દુનિયામાં નથી, પરંતુ અતીક અહેમદ તેના જ અપહરણના 17 વર્ષ જૂના કેસનો મુખ્ય આરોપી છે. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. જજ ડૉ. દિનેશ ચંદ્ર શુક્લા આજે એટલે કે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો છે.
બસપાના દિગ્ગજ નેતા રાજુ પાલનાની 25 જાન્યુઆરી 2005ના રોજ હત્યા કરવામાં આવી હતી. રાજુ પાલની સાથે અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. અતીક અહેમદ રવિવારે સાંજે અમદાવાદની સાબરમતીની કેન્દ્રીય જેલમાંથી પોલીસ કાફલાની સાથે નીકળ્યો હતો. લગભગ 13૦૦ કિમીનું અંતર 23 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાફલો 12 વખત રસ્તામાં વિભિન્ન કારણોસર રોકાયો હતો. આ મહિનાની શરૃઆતમાં અતીક અહેમદે સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તને અને તેના પરિવારને પ્રયાગરાજને ઉમેશ પાલ હત્યાકાંડમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને ઉત્તર પ્રદેશ પોલીસ નકલી એન્કાઉન્ટરમાં તેને મારી નાખે તેવી શક્યતા છે.