કુંભમેળો પૂર્ણ થયા બાદ નાગા સાધુઓ ક્યાં જતા રહે છે ? જાણો રહસ્ય.
નાગા સાધુઓની દુનિયા ઘણી રહસ્યમયી હોય છે. કુંભ શરૂ થતા જ ક્યાંક અચાનકથી પ્રકટ થઇ જાય છે અને પૂરુ થતાની સાથે ક્યાંક ગાયબ થઇ જાય છે, જે પછી તેઓ આગામી કુંભ કે અર્ધકુંભમાં જ જોવા મળે છે. આજે અમે નાગા સાધુઓની આવી જ રહસ્યમયી દુનિયા વિશે જણાવવા જઇ રહ્યા છે, જેના વિશે ભાગ્યે જ કોઇ જાણતુ હશે…
નાગા સાધુઓને વિશે કહેવાય છે કે તેઓ માત્ર દિવસ કે રાત માત્ર એક જ સમય ભોજન કરવાનું હોય છે, તેમણે ભિક્ષા માંગીને જ પેટ ભરવાનું હોય છે. કહેવાય છે એક નાગા સાધુને વધારેમાં વધારે સાત ઘરોમાંથી ભિક્ષા લેવાનો અધિકાર છે. જો સાત ઘરમાંથી તેમણે ભિક્ષા ના મળે, તો ભૂખ્યા પેટે રહેવુ પડે છે અને મળે તો પણ તેમાં પસંદ-નાપસંદનો કોઇ સવાલ નથી હોતો, પરંતુ તે જ ભોજનને પ્રેમથી ગ્રહણ કરવુ પડે છે.
નાગા સાધુઓને ઘણા કડક નિયમોનુ પાલન કરવાનું હોય છે. તેણે પલંગ, ખુરશી કે પછી અન્ય કોઇ ખાટલા પર સૂવાની મનાઇ હોય છે, તેઓ માત્ર જમીન પર જ સૂઇ જાય છે પછી ગમે એટલી ગરમી હોય કે ઠંડી.. દરેક હાલતમાં તેમણે આ નિયમોનું પાલન કરવુ જ પડે છે. આ સિવાય નાગા સાધુઓએ પોતાની ઓળખ છુપાવીને રાખવાની હોય છે, તેઓ પોતાની વિશે કોઇને પણ વાત ના કરી શકે.
કહેવાય છે કે, નાગા સાધુ એક જગ્યા પર એકથી વધારે દિવસ નથી રહી શકતા. કેટલાક વર્ષો સુધી એક ગુફા અથવા તો જંગલમાં રહ્યા પછી તેઓ બીજી ગુફા અથવા તો જંગલમાં ચાલ્યા જાય છે. આ જ કારણે તેમના ગુપ્ત સ્થાનો અંગે કોઇ જાણી શકતુ નથી. સામાન્ય રીતે કુંભમાં જોઇ શકાય કે નાગા સાધુ નિવસ્ત્ર જ રહે છે. જોકે કેટલાક નાગા સાધુઓ એવા પણ છે કે જેઓ વસ્ત્ર ધારણ કરે છે.
કહેવાય છે કે, નાગા સાધુઓ પાસે રહસ્યમયી તાકાત હોય છે આ તાકાત કોઇ કઠોર તપસ્યા કર્યા પછી હાસિલ કરે છે. નાગા સાધુઓને ભગવાન શિવના ભક્ત માનવામાં આવે છે. આ જ કારણે તેઓ પોતાના શરીર પર ભભૂતી લપેટીને રાખે છે. જંગલમાં રહેલા દરમિયાન સાધુ જડી -બૂટી અને કંદમૂળનો જ ઉપયોગ કરીને પોતાની જીવન પસાર કરી દે છે.
માનવામાં આવે છે કોઇ પણ નાગા સાધુ કોઇના કોઇ અખાડાની સાથે જોડાયેલા હોય છે. જ્યારે પણ તેમની દિક્ષા પૂરી થઇ જાય છે ત્યારે અખાડો છોડીને જગંલ કે પહાડોમાં ચાલ્યા જાય છે અને ત્યાં જ રહીને સાધના કરે છે. કહેવાય છે કે દરેક અખાડામાં એક કોતવાલ રાખવામાં આવે છે, જે કુંભ અથવા અર્ધકુંભ આવવા પર તે અખાડાના નાગા સાધુઓને બોલાવો મોકલે છે, જે પછી તેઓ રહસ્યમયી રીતે કુંભમાં પહોંચી જાય છે.