ઓહ હો…ભાજપનાં માળખામાં ફરી ભંગાણ: 23 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનાર નેતાએ અમિત શાહને રાજીનામું મોકલ્યું.
અરુણાચલ :
લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીને ભારે ઝટકો લાગ્યો. ભાજપના વરિષ્ઠ નેતા અને અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગેગાંગ અપાંગે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનુ રાજીનામું ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોકલ્યું છે. તેમણે આ સાથે ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે ભાજપને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની જરૂર છે.
તેમના રાજીનામામાં તેઓ બીજેપીનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા. ગેગાંગે અટલ બિહારી વાજપેયીને યાદ કરતા કહ્યું કે અટલ બિહારી વાજપેયી હંમેશાં એકતા પર વિશ્વાસ રાખે છે. વાજપેયીજી આપણા દેશના મહાન ડેમોક્રેટ હતા. તેઓ હંમેશાં મને સ્વર્ણિમ સિદ્ધાંત રાજધર્મ યાદ કરાવતા. આજે હું રાજધર્મનું પાલન કરું છું.
ઉલ્લેખનીય છે કે ગેગાંગ અપાંગ સાત વાર વિધાનસભ્ય રહ્યાં અને 23 વર્ષ સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા. ગેગાંગ અપાગે સૌથી પહેલું વર્ષ 1999થી 1980 સુધી અરુણાચલ પ્રદેશના સીએમ રહ્યા ત્યારબાદ તે વર્ષ 2003થી 2007 સુધી મુખ્યમંત્રી હતા.