ડોલ આર્ટીસ્ટે બનાવ્યા કૃષ્ણ: પાટનગરનાં બાલગોપાલ USAમાં ઝુલશે પારણે
ગાંધીનગર : ગાંધીનગર શહેરના નાગરિકો દેશવિદેશમાં નગરનું નામ રોશન કરી રહ્યા છે. કલા અને સંસ્કૃતિને ધર્મના કોઇ સીમાડા નડતા નથી, તે સેકટર 5માં રહેતાં અને ડોલ આર્ટીસ્ટ રંજનબેન ભટ્ટે સાબિત કરી બતાવ્યું છે. તેમનાં હાથની ડોલ બનાવવાની કલાએ વિશ્વનું ધ્યાન ગાંધીનગર તરફ ખેંચ્યુ છે. આગામી દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે રાજ્ય કે દેશ નહીં પરંતુ અમેરિકાના ટેકસાસ શહેર સ્થિત એકતા મંદિરમાં જન્માષ્ટમીના પાવન અવસરે તેમના હાથે બનાવેલા બાલ ગોપાલ ઝુલવા જઇ રહ્યા છે. તેમની સાથે તેમના મિત્રો અને ગોપીઓ પણ ડોલ સ્વરૂપે જોડાશે.