ગાંધીનગર

ગાંધીનગર : ‘મસ્તી કી પાઠશાલા’ સમર કેમ્પમાં બાળકોને જ્ઞાન, ગમ્મત, રમત સાથે જલસા પડી ગયા..! 

ગાંધીનગર :

ગાંધીનગરની સામાજિક પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર સંસ્થા પારસમણી ફાઉન્ડેશન દ્વારા ‘મસ્તી કી પાઠશાલા’ સમર કેમ્પનું ગાંધીનગર સેક્ટર – 22 ખાતે આવેલા વિદ્યાભારતી પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે શનિવાર – રવિવાર તારીખ 6-7 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત અનન્યા થોરાત દ્વારા મહિષાસુર મર્દિની સ્તોત્ર સાથે થઈ હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટય સમર કેમ્પના વોલન્ટિયર પાંચ બાળકો રિદ્ધિ થોરાત, તરિશી પરમાર, અનન્યા થોરાત, નિયાશી પરમાર અને ક્રિશા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે પારસમણી ફાઉન્ડેશનના ડૉ. અશ્વિન ત્રિવેદી અને સંજય થોરાત જોડાયા હતા. આ કેમ્પના ઉદ્ધાટન દરમિયાન અહીં બે દિવસ વિવિધ જ્ઞાાન, ગમ્મત અને રમત સાથે જલસા પડશે એમ અધ્યક્ષ સંજય થોરાતે જણાવ્યું હતું. ડૉ. અશ્વિન ત્રિવેદીએ બાળકો સૌ પ્રથમ સારા ભારતના નાગરિક બને એવી વાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના પ્રથમ દિવસે ગાંધીનગરના જાણીતા કોરિયોગ્રાફર ઝીન પ્રજ્ઞા ગજ્જર દ્વારા ઝુમ્બા ડાન્સ કરાવવામાં આવ્યો હતો જ્યારે ટ્રેડિશનલ રમતો સંજય થોરાત દ્વારા રમાડવામાં આવી હતી. ડ્રોઇંગ વર્કશોપ મનાલી દવે દ્વારા લેવામાં આવ્યો હતો. નિસર્ગ સાયન્સ સેન્ટરના શિવાંગભાઈ અને હાર્દિકભાઈ દ્વારા સાયન્સના હેરત પમાડે એવા પ્રયોગ બતાવવામાં આવ્યા. રંગલી સ્કૂલની ટીમ દ્વારા મેદાન પર રમતો રમાડવામાં આવી હતી જ્યારે છેલ્લા સેશનમાં નાટયકાર કુંતલભાઈ નિમાવત દ્વારા બાળકોને ડ્રામા શીખવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ડૉ. પૌલમી પરમાર, ડૉ. મયુર જોષી અને પ્રજ્ઞાબહેન પટેલ હાજર રહ્યાં હતાં.

મસ્તી કી પાઠશાલાના બીજા દિવસે રાજુભાઈ પટેલ દ્વારા યોગ, પ્રાણાયામ અને આહાર વિશે માહિતી આપવામાં આવી હતી. નિકિતા વાઘેલા કુલકર્ણી ક્રાફ્ટ વર્કશોપમાં પેપરમાંથી ટોપી બનાવવાનું શીખવવામાં આવ્યું. ખ્યાતિ દેસાઈ દ્વારા ક્લે મોડલિંગ વર્કશોપ કરવામાં આવ્યો જેમાં માટીમાંથી અનેક વસ્તુઓ બનાવવાની શીખવવામાં આવી. ગાંધીનગરના જાણીતા કોરિયોગ્રાફર મેગી રોકર્સ દ્વારા સતત બે કલાક ધમાલનો ડાન્સ કરાવવામાં આવ્યો. છેલ્લા બે કલાક બાળકોએ જાતે તૈયારી કરી સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યા હતા. કેમ્પના અંતમાં પેરેન્ટ્સ દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સંજય થોરાત અને ગાયત્રી થોરાતના સૌને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વૈજયંતી ગુપ્તે, ડૉ. મીરા વાટલીયા, ડૉ. મહિપતસિંહ પરમાર હાજર રહ્યાં હતાં.

પારસમણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત મસ્તી કી પાઠશાલા સમર કેમ્પમાં ગાંધીનગર અને આસપાસના વિસ્તારના 87 બાળકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન રિદ્ધિ થોરાત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા રાહી દેસાઈ, તરિશી પરમાર, અક્ષર વૈષ્ણવ, હિયા શાસ્ત્રી, જય જાની, સંજય રાવલ, ઋષિકા ચક્રવર્તી, મીરાબહેન અને વિદ્યાબહેન પસારીએ સહયોગ આપ્યો હતો. મસ્તી કી પાઠશાલા સમર કેમ્પમાં બાળકોએ બે દિવસ ધમાલ મસ્તી સાથે આનંદ માણ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x