ગાંધીનગરમાં ૭૦ વર્ષિય વેવાઈ ૬૭ વર્ષિય વેવાણના પ્રેમમાં પડ્યા ને પકડાઈ ગયા
ગાંધીનગર :
શારીરિક વૃદ્ધતાની સાથે સાથે જવાબદારીઓ અને ઠરેલ પણ માણસને નમ્ર બનાવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેવું આજીવન દિલથી યુવાન રહે છે અને ઢળતી ઉંમરે પણ કોઈકને દિલ આપી બેસે છે. 70 વર્ષીય વેવાઈ તેમના 67 વર્ષીય વેવાણના પ્રેમમાં પડ્યા, મળવા લાગ્યા પરંતુ આખરે ભાંડો ફૂટે અને બંને પરિવારોમાં રમખાણ મચ્યું. અંગે મળતી વિગતો મુજબ ગાંધીનગરના એક પોશ એરિયામાં રહેતા એક નિવૃત્ત સરકારી અધિકારી અને તેમના વેવાણ બંને પોત પોતાના સંતાનો પરણાવ્યા બાદ વિદેશ મોકલી દીધા હતા અને એકલતાનો સમય પસાર કરી રહ્યા હતા. જોકે બંને વચ્ચે સામાજિક સંબંધ હોવાથી એકબીજાના ખબર અંતર પૂછવાથી શરૂ થયેલી વાતચીત માંથી આખરે એકબીજાની લાગણીઓ શેર કરવા માંડ્યા અને પછી તો એકબીજાને દિલ દઈ બેઠા. બંનેની વચ્ચે એક સામાજિક સંબંધ હોવાથી પરસ્પર ને મળવાનું સાવ સાહજીક હતું જેથી બંનેનું એકબીજાના ઘરે જવું આવવું લોકોની કે તેમના સંતાનોની દૃષ્ટિએ જરાય પણ ખોટું ન હતું. પરંતુ તેમના સંતાનોને આ બંને પાનખરના આરે ઉભેલા ઝાડ ઉપર પાંગરેલી પ્રેમની કુણી કુંપળો વિશે જરાય ખબર નહોતી. પરંતુ એક દિવસ એવો બન્યું કે વેવાણના નાના દીકરાના હાથમાં તેમની વૃદ્ધ માતા નો મોબાઇલ આવી ગયો. મોબાઇલમાં રહેલી વોટસએપ ચેટ વાંચતા જ દીકરાના પગ તળેથી જાણે કે જમીન ખસી ગઇ. તેણે જોયું કે માતા મોટાભાઇના સસરાના ગળાબુડ પ્રેમમાં છે. આમ તો પુત્રના પ્રેમ પ્રસંગે માતા પુત્રને ઠપકો આપતી હોય પરંતુ અહીં પુત્ર એ વૃદ્ધ માતા ને ઠપકો આપી તેનો મોબાઇલ લઇ લીધો. પરંતુ આ તો પ્રેમ હતો એમ કહી ઠપકાથી માને ? આ વૃદ્ધ પ્રેમી પંખીડાઓ હવે મોબાઇલના માધ્યમ થી સંપર્કમાં ન રહી શકતા એકબીજાને મળવાના બહાના શોધવા લાગ્યા. અને અને એ એટલી હદે કે મંદિર જવાના બહણને પણ વેવાણ વેવાઇને કે વેવાઇ વેવાણ ને મળવા લાગ્યા. જોકે એમાં પણ સગા વ્હાલાઓએ રાખી તેમને એકાદ બે વાર પકડી કરી ઠપકો આપ્યો. થાકી હારીને આખરે પરિવારજનોએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી. આ કોઇ યુવાન પ્રેમી પંખીડા તો નહોતા આ તો ઢળતી ઉંમરે થયેલો પાકટ પ્રેમ હતો. 181 અભયમ ના કાઉન્સિલર ગીતાબેન ખાંટે કાઉન્સિલિંગ કરતા વેવાણે કબૂલ્યું કે હા અમે બંને છેલ્લા એક વર્ષથી એક મેકના પ્રગાઢ પ્રેમમાં છીએ. વળી તેમણે એમ પણ કબૂલ્યું કે હવે અમને આ દુરી મંજૂર નથી એટલે વેવાઇ ગમે ત્યારે ગમે ત્યાં મળવા પહોંચી જાય છે. આ અજબ પ્રકારનો પ્રેમ હતો અને ગજબ પ્રકારનો કિસ્સો હતો. આખરે ખૂબ લાંબી માથાપચ્ચી બાદ બંને પ્રેમી પંખીડાએ પોતાના યુવાન સંતાનોની આબરૂ ને માટે થઈ અને પોતાના પ્રેમનું બલિદાન આપવાનું નક્કી કરી એકબીજાથી વિખુટા પડવાનું લેખિતમાં એકરાર નામું કરી આપતા ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.