“ગ્રીન અને ક્લીન ગાંધીનગર” અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં બમ્પર ઇનામો અને લકી ડ્રો કરાશે
ગાંધીનગર :
આગામી ૨૧મી મે, રવિવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે સેક્ટર-૨૪ ખાતે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત, યુરોકિડ્સ પ્રી સ્કૂલનાં સહયોગથી અને કેશર ફાઉન્ડેશન પ્રેરિત “ગ્રીન અને ક્લીન ગાંધીનગર” અંતર્ગત “સ્વચ્છતા” વિષય પર ડ્રોઈંગ કોમ્પિટિશન ૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સ્પર્ધાનો વિષય ” સ્વચ્છતા” રહેશે. આ સ્પર્ધામાં ૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. ભાગ લેનાર દરેક સહભાગી વિદ્યાર્થીઓને આયોજક દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા અનેક બમ્પર ઇનામો અને લકી ડ્રો કરવામાં આવશે. તો મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી ભાગ લેવા માટે ઇચ્છુક બાળકોએ પોતાનું નામ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ જણાવવામાં આવેલ છે.