ભાજપના MLAએ અડધો પગાર આપ્યો, કોંગ્રેસના MLAએ પૂરો પગાર આપતાં ભાજપી ધારાસભ્યો શરમમાં મુકાયા. તેઓ પણ તેને અનુસર્યા.
ગાંધીનગર :
મહિને 1.16 લાખનો પગાર લેતા ભાજપના MLAની કંજુસાઈ કોંગ્રેસની ઉદારતાથી ઉઘાડી પડી
પહેલા ભાજપના ધારાસભ્યોએ માત્ર રૂ. 51 હજારનું યોગદાન આપવાનો નિર્ણય કર્યો
કોંગી ધારાસભ્યોએ મહિનાનો પગાર આપવાનો નિર્ણય લીધા બાદ ભાજપી ધારાસભ્યો શરમમાં મુકાયા
પુલવામા આતંકી હુમલાના શહીદોના પરિવારોને સહાય કરવા મહિને 1 લાખ 16 હજારનો પગાર લેતા ગુજરાત ભાજપના ધારાસભ્યોએ કંજુસાઈ દાખવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ એક માસનો પગાર શહીદ રિવારોને આપવાનો નિર્ણય કરતા ભાજપના ધારાસભ્યોએ પણ એક મહિનાનો પગાર આપવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ) મુજબ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 182 ધારાસભ્યો પૈકી 141 એટલે કે 77 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં ભાજપના સૌથી વધુ 85 ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 53, ભારતીય ટ્રાયબલ પાર્ટીના 2 અને NCPના 1 ધારાસભ્ય કરોડપતિ છે.
પગાર લેવામાં આગળ પણ સહાય આપવામાં કંજુસ
કોંગ્રેસના નિર્ણયે CM અને દંડકને દોડતા કર્યાં
1.ગઈકાલે બપોરે ભાજપ વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં ધારાસભ્ય દીઠ પુલવામાના શહીદોના પરિવારોને રૂ 51 હજારનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં શહીદ પરિવારોને ધારાસભ્ય દીઠ મહિનાનો પગાર આપવાનો નિર્ણય કરતા ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક સહિત મુખ્યમંત્રી અચાનક દોડતા થયા હતા. ત્યારબાદ મોડી સાંજે ભાજપ વિધાનસભા બેઠકનો નિર્ણય બદલીને 51 હજારના બદલે ભાજપના તમામ ધારાસભ્યોનો એક માસનો પગાર આપવાનો નિર્ણય લીધો હતો. આમ શહીદ પરિવારોને સહાય આપવામાં પણ ભાજપના ધારાસભ્યોની કંજુસાઈ બહાર આવી હતી.
5 મહિના પહેલા પગારમાં 45 હજારનો વધારો થયો
2.સપ્ટેમ્બર 2018માં રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87 હજારથી 1 લાખ 32 હજાર પગાર કર્યો હતો.
સૌથી વધુ અને સૌથી ઓછી સંપતિ ધરાવતા ધારાસભ્યો
3.
*સૌથી વધુ સંપતિ ધરાવતા ત્રણ ધારાસભ્ય*
સૌરભ પટેલ (રૂ. 123 કરોડ)
ધનજી પટેલ (રૂ. 113 કરોડ)
જવાહર ચાવડા (રૂ. 103 કરોડ)
*સૌથી ઓછી સંપતિ ધરાવતા ત્રણ ધારાસભ્ય*
જીગ્નેશ મેવાણી (રૂ. 10.25 લાખ)
માલતી મહેશ્વરી (રૂ. 11.76 લાખ)
અર્જુન ચૌહાણ (રૂ. 12.57 લાખ)