અહમદાબાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો
અમદાવાદ :
અહમદાબાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા તા. ૧૮-૬-૨૦૨૩ ને રવિવારના રોજ ધો. ૧૦, ધો. ૧૨ તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર સમાજના તેજસ્વી તા૨લાઓના સન્માન સમારંભનું આયોજન શ્રી નરોત્તમ ઝવેરી હોલ, પાલડી, અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું.
સમાજના યુવાન આગેવાનો અને સમાજના સક્ષમ તેમજ માતબર અન્ય મોભીઓ પ્રમુખશ્રી નાસરભાઈ, ઉપપ્રમુખશ્રી સાકીરભાઈ હસનભાઈ શેખ, ખજાનચીશ્રી આરીફભાઈ, સેક્રેટરી શ્રી જજાવીદભાઈ, જોઈન્ટ સેક્રેટરીશ્રી સરફરાઝ કાલુભાઈ શેખ, એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજના પ્રોફેસર મઝહરભાઈ શેખ, આદીલભાઈ, બાસીતભાઈ, ફઝલભાઈ, રિયાઝભાઈ, યુનુસભાઈ પરદેશી, અનવરભાઈ, ફૈઝાનભાઈ, આસીફભાઈ, મુખત્યારભાઈ, ઈમ્તીયાઝભાઈ, ઈરફાનભાઈ, મોહસીનભાઈ, આબીદભાઈ, શબ્બીરભાઈ, ઈસ્માઈલભાઈ, રાજુભાઈને સાથે લઈ મજબૂત સંગઠન ઉભું કરી લગભગ દોઢ વર્ષના સમયગાળામાં શૂન્યથી નવસર્જનની શરુઆત કરી ફિનિક્સ પક્ષીની જેમ સમાજને ઉભું કરવાની તનતોડ મહેનત કરતાં ૨૭ વર્ષ પછી પ્રથમ વખત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને રિયાઝભાઈ શફીભાઈ શેખ (કેપીટલ વાલા) એ સ્પોન્સર કર્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે સુશ્રી આશિયાના એસ. – ડેપ્યુટી મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજીસ્ટ્રેટ એ હાજર રહી સમાજના બાળકોને મોટીવેશન પૂરું પાડયુ હતું. સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને મેડલ, ટ્રોફી અને ગિફટનું વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં સમાજ કેવી રીતે અગ્રેસર રહી પ્રગતિપંથ પર આગળ વધી શકે એમ છે તે અંગે યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સમાજની આવનારી પેઢી માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને વ્યવસાયિક રીતે સક્ષમ પ્લેટફોર્મ પુરું પાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના વિધાર્થીઓને સ્કૂલ, કોલેજ ના એડમીશનથી લઈ તેમના ઉજ્જવળ ભવિષ્ય – કેરીયર માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવું, જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવી, સમાજના તમામ કુટુંબોને એક સાથે લઈને ચાલવા, બક્ષીપંચ માટે જરુરી કાર્યવાહી કરી સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવા, સમાજના પરણવાલાયક મુરતિયાઓ માટે ગેટ ટુ ગેધરનું આયોજન, ફી અથવા તદ્ન નજીવી દરે મેડીકલ સેવાઓ મળી રહે તે માટેનું આયોજન તેમજ સમાજના લોકોને આર્થિક રીતે સક્ષમ કરવા વગેરે મુદ્દાઓ પરત્વે મંથન કરવામાં આવ્યું હતું.