ગાંધીનગર

ગાંધીનગરઃ બીબીએ કોલેજ દ્વારા “ઉધોગ સાહસિકતામાં આવતા અવરોધોને કઇ રીતે દૂર કરવા” વિષય પર વર્કશોપનું આયોજન

ગાંધીનગરઃ

યુવા ઉધોગ સાહસિક કોલેજના એલ્યુમીની ચિરાગ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી માર્ગદર્શન

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએ કોલેજ વર્ષ પર્યંત વિદ્યર્થીઓના સર્વાંગી વિકાસ માટે સાતત્યપૂર્ણ અનેકવિધ પ્રવૃતિ યોજાય છે જેના ભાગરૂપે ઉપરોક્ત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો.રમાકાંત પૃષ્ટિ સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓશ્રીએ વર્ષપર્યંત સતત ટ્રેનીંગનું કાર્ય ઉત્સાહ સાથે ચાલે તે માટે ઇજન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓને મહેનત કરવા અને તમામ પ્રવૃતિઓમાં ભાગ લેવા જણાવ્યુ હતું સમગ્ર વર્કશોપનું સંકલન ઉપાચાર્ય ડો.જયેશ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું તેઓશ્રી વિદ્યાર્થીઓને આગામી પ્રવૃત્તિઓ માટે સજ્જ કર્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે ઉદ્યોગગૃહોને મેનેજમેંટના વિદ્યાર્થીઓ પાસે વ્યવસાય માં નાવીન્ય કરણ માટે વિવિધ પ્રકારની અપેક્ષાઓ હોય જે માટે વિદ્યાર્થીઓએ સજ્જ થવું પડશે. હેપ્પી સોલાર પ્રા.લી.ના ઓનર શ્રી ચિરાગ પટેલ સાહેબને તજજ્ઞ વક્તા તરીકે આમંત્રિત કર્યા હતા.તેઓએ વ્યવસાય ક્ષેત્રે આવતા વિવિધ સામાજિક, વ્યક્તિગત, માર્કેટિંગ અને પ્રોડક્ટ બાબતના પ્રશ્નો વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. અને આ પ્રશ્નો નું નિરાકરણ કઈ રીતે થઈ શકે તે બાબતે સૂચનો કર્યા હતા. જેમાં સાતત્યતા અને સમાનતા,નવી બાબતો ને સમજવી અને આવકારવી, સંગઠન શક્તિ ઊભી કરવી અને તમામ સંલગ્ન વિષયનું તલસ્પર્શી જ્ઞાન મેળવવું. તેઓએ વિદ્યાર્થીઓના જુદાજુદા ક્ષેત્રોમાં આવતા જુદાજુદા પ્રશ્નો વ્યવસાયના પ્રકાર, સંભવિત વૃદ્ધિની તકો, શરૂઆત સ્થાપના પહેલા લેવાતા નિર્ણય અને ભવિષ્યના પડકારો તેની સામેની વૈકલ્પિક વ્યવસ્થા વગેરેના પ્રશ્નો અને તેના જવાબ પણ વિદ્યાર્થી જાતે મેળવે તેવા પ્રયત્ન કર્યા હતા ઉદ્યોગસાહસિકો માટે તકો બાબતે વિગતવાર પ્રશ્ન જવાબનું સત્ર રહ્યું હતું જેમાં તેઓએ ઉપયોગી દ્રષ્ટાંતો તેમજ તેમના વ્યક્તિગત અનુભવોની વાત રજૂ કરી હતી. કાર્યક્રમની સાથે સાથે જુદાજુદા વિષય પર કોલેજના 16 વિદ્યાર્થીઓએ તજજ્ઞને વિવિધ ક્ષેત્રો બાબતે પ્રશ્નોત્તરી કરી હતી.આજના કાર્યક્રમમાં કુલ ૨૮૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના અભિપ્રાયમાં જણાવ્યુ હતું કે આવા વર્કશોપથી તેમની કારકિર્દીના ઘડતર માટે ખૂબ ઉપયોગી માહિતી મળી હતી. કાર્યક્રમમાં સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓને કારકિર્દીમાં પોતાના વ્યાવસાયિક એકમ ખોલવા માટે યોગ્ય વિકલ્પ મળે તે માટે ઉપયોગી સૂચનો કર્યા હતા આચાર્ય ડો.રમાકાન્ત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય તેમજ ટ્રેનીંગ અને પ્લેસમેંટ કમિટીના હેડ ડૉ.જયેશ તન્ના, ડો.આશિષ ભૂવા સહિત કોલેજ પરિવાર દ્વારા સફળતાપુર્વક પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x