ગાંધીનગર

કુડાસણ ખાતે સર્જનાત્મક મહેંદી સ્પર્ધાનું આયોજન

બહેનો – દિકરીઓની કળાશક્તિ બહાર આવે તેના ભાગરૂપે આગામી તા. ૨૩મી જુલાઇ, રવિવારના દિવસે બપોરે ૩:૦૦ કલાકે કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત, ટ્રીક ટુ ક્રિએટનાં સહયોગથી સર્જનાત્મક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ સ્પર્ધામાં ૧૫ થી ૪૦ વર્ષ સુધીના બહેનો-દિકરીઓ ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૧૫/૦૭/૨૦૨૩ રહેશે. મહેંદી સ્પર્ધામાં મહેંદી કોન સ્પર્ધકોએ પોતાના લાવવાના રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સહભાગી બહેનો – દિકરીઓએ પોતાના મિત્રના હાથ પર મહેંદી દોરવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર ફોર્મ ભરીને, રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x