ગાંધીનગર

નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિમેન્સ સાયન્સ ક્લબ શરૂ કરવામાં આવશે

     નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વિજ્ઞાન અને ટેકનોલોજી ના પ્રચાર અને પ્રસારનું કામ કરે છે.સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તથા લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ થી વિચારતા થાય તે પ્રકારના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

     ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા બાળકો માટે ચિલ્ડ્રન સાયન્સ ક્લબ, એસ્ટ્રોનોમિ ક્લબ, ઇકો ક્લબ જેમ હવે મહિલાઓ માટે વિમેન્સ સાયન્સ ક્લબ શરૂ કરવામાં આવનાર છે. આ ક્લબમાં 30 થી 50 વર્ષની વયના વિજ્ઞાનમાં રસ ધરાવતા બહેનોને જોડવામાં આવશે. આ ક્લબ બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે વર્ષ દરમિયાન મહિલાઓ માટે અલગ અલગ વિજ્ઞાન લક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે જે તેમને તથા બાળકોને કારકિર્દી ઘડતરમાં ઉપયોગી બનશે.

    આ ક્લબ દ્વારા મહિનામાં એક કાર્યક્રમ યોજાશે જેમાં આરોગ્ય લક્ષી,પોષણ અને આહાર, ઘરમાં ઉર્જા બચત, પોતાના સંતાનોની કારકિર્દી ઘડતર માટે શું કરી શકાય, ખોરાકમાં ભેળ શેળ ચકાસણી તેમજ સાયન્સ સીટી અને અન્ય વૈજ્ઞાનિક ઇન્સ્ટિટયૂટની મુલાકાત જેવા રસપ્રદ કાર્યક્રમો યોજવામાં આવશે. હાલમાં વ્યવસ્થા ના ભાગરૂપ કન્વીનર તરીકે મીતાબેન ભટ્ટ તથા સહકન્વીનર તરીકે દીપિકાબેન વાઘેલા આ કલબની જવાબદારી સંભાળશે રસ ધરાવતી બહેનોને આ ક્લબમાં જોડાવા માટે મોબાઈલ નં. 9426635215 પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x