આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગરીબ વિદ્યાર્થીઓને NEET અને JEEનું મફત કોચિંગ આપશે
ધોરણ-11 અને 12ની NEET અને JEEની પરીક્ષાનું કોચિંગ ગરીબ વિદ્યાર્થીઓને મળે તે માટે આકાસ ઇન્સ્ટીટ્યુટમાં મફત કોચિંગ આપશે. તેના માટે વિદ્યાર્થીના માતા – પિતાની વાર્ષિક આવક રૂપિયા ૩ લાખથી ઓછી હોવી જોઇએ. ઉપરાંત વિદ્યાર્થીએ ધોરણ-10માં 80 ટકાથી વધારે ગુણ મેળવ્યા હોય તેવા 50 વિદ્યાર્થીની પસંદગી કરાશે તેવા મેસેજ જિલ્લાની સાયન્સ શાળાના આચાર્યો અને સંચાલકોને મોકલવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો પણ ખાનગી શાળાઓમાં ભણી શકે તે માટે RTE મુજબ પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે ધોરણ-11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી NEET અને JEEનું કોચિંગ મેળવી શકતા નથી. ત્યારે આવા વિદ્યાર્થીઓને પણ ખાનગી ઇન્સ્ટિટ્યુટમાં NEET અને JEEનું કોચિંગ મળી રહે તે માટે CSR ફંડમાંથી આવા વિદ્યાર્થીઓ માટે આકાશ ઇન્સ્ટીટ્યુટમાં NEET અને JEEના મફત કોચિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે તેના માટે જે વિદ્યાર્થીએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 80 ટકા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.