સરગાસણની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમા વેદ કાઉન્સેલર એન્ડ ઇન્વે્સ્ટ ટીચર સેરેમનીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
ગાંધીનગર :
વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેદ કાઉન્સેલર એન્ડ ઇન્વે્સ્ટ ટીચર સેરેમની ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના ધોરણ 9 થી માંડીને ધોરણ 12 સુધીના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેરેમની માં વિવિધ વિભાગોમાં વિવિધ પદ માટે વિદ્યાર્થી સમિતિ નું ગઠન કરવામાં આવ્યું હતું. અગાઉ વિદ્યાર્થીઓનું ઈલેકશન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ નાં નામ જહે કરવામાં આવ્યાં હતાં.અને તે વિદ્યાર્થીઓને વિવિધ હોદ્દા પર તેમની નિમણૂક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ હેડ, કેપ્ટન, ક્લાસ મોનીટર વગેરે ની નિમણૂક કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા તેમનાં હોદ્દા ને લગતા બેઝ પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે EX vediyan શ્રી કૃપાલ ભાઈ ચૌધરીને ગેસ્ટ ઓફ ઓનેર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આમંત્રિત મહેમાનશ્રીએ પોતાના શાળાના અનુભવો શિક્ષણ અને પોતાની પ્રગતિ વિશે બાળકોને પ્રોત્સાહિત કરી આશિષ વચનો આપ્યા હતા.
શાળાના આચાર્યા શ્રી જયાબેન ધીરમલાનીએ પણ વિદ્યાર્થીઓને શાળા અંતર્ગત આ ચાલતી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીના વિકાસ અને કાર્યની રૂપરેખા આપી હતી અને તેમને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વિવિધ હોદ્દા ઉપર નિમણૂક પામેલા વિદ્યાર્થીઓની શપથવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન અને દેખરેખ શાળાના તમામ શાળા ના આચાર્યા શ્રી ધીરમલાની ના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. અંતે, આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફ મિત્રો અને સહાયકોએ ખૂબ જ મહેનત અને જહમત ઉઠાવી હતી.