જોખમી મુસાફરી કરાવતી સ્કૂલવાન અને રિક્ષા સંચાલકો સામે શિક્ષણ વિભાગે કર્યો કાર્યવાહીનો આદેશ
ગાંધીનગર :
વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરાવતી સ્કૂલવાન અને રિક્ષા સામે કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને કાર્યવાહી કરવા તાકીદ કરી છે. સ્કૂલવાન અને રિક્ષા મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડતા હોવાનું તારણ કરવામાં આવ્યુ છે. જોખમી મુસાફરી સામે જાગૃતતા લાવવા સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટમાં સ્કૂલ રીક્ષાચાલક નશાની હાલતમાં ઝડપાયો હતો. બાળકોને સ્કૂલે મુકવાની જગ્યાએ રીક્ષા ચાલકે બાળકોને જુદી જુદી જગ્યાએ ફેરવ્યાં હતા. બાળતો ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળાનો સંપર્ક કર્યો હતો. બાળકો સ્કૂલે આવ્યા જ ન હોવાનું શાળા દ્વારા વાલીઓને જણાવતા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓએ શોધ કરતા બાળકો રીક્ષા સાથે અન્ય સ્થળે મળ્યાં હતા. વાલીઓએ રીક્ષા ચાલકને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.