ગાંધીનગર

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.બી.એ કોલેજ દ્વારા સામાજિક જવાબદારી દિવસનીઉત્સાહભેર ઉજવણી અંધશાળાના બાળકો સાથે કરી.

ગાંધીનગર :

કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ) નાં ૪૦ વિદ્યાર્થીઓ આજ ની સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયા હતા આજે “સર્વત્ર સંચાલન”નું અમલીકરણ વાસ્તવિકતા માં કરી રહ્યા છે. શહેર રાજ્ય તેમજ દેશની જ્વલંત સમસ્યાઓ પાણી નો બગાડ,વીજળી નો દુર્વ્યય, વૃક્ષારોપણ થી પર્યાવરણ ની જાળવણી જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ કોલેજ અભ્યાસ ની સાથે-સાથે  કરી અને સમાજ સામે દીવાદાંડી રૂપ ઉદાહરણ પૂરું પાડે છે. અને ઉમદા સંચાલન તેમજ યોગ્ય વહીવટ થકી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. તેવો વિશ્વાસ વિદ્યાર્થીઓ દ્વારા આજની પ્રવૃત્તિ સાથે વ્યક્ત કરવામાં આવ્યો હતો. બી બી એ કોલેજ નાં યુવા વિદ્યાર્થી દ્વારા પોતાના હાથ ખર્ચ માંથી રૂપિયા બચાવી ને  સ્વફાળા માંથી અંધશાળા માં અભ્યાસ ઉપયોગી ચીજ વસ્તુઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખાધ ચીજો નું વિતરણ કર્યું હતું. અંધશાળા માં કુલ ૪૫ દીવાય્ન્ગ વિદ્યાર્થીઓ વિવિધ વર્ગ માં અભ્યાસ કરે છે. જેઓ ણા માટે કોલેજ ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃતિઓ કરી તેમને પ્રફુલિત કર્યા હતા.જ્યાં તેઓએ વિદ્યાર્થીઓસાથે રહી  ખુશનુમા વાતવરણ સર્જી દીધું હતું. તેમજ વિદ્યાર્થીઓ ને ને આરોગ્યપ્રદ અલ્પાહાર કરાવ્યો હતો. તેમજ તેઓનાં માટે એક સુંદર સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી તેઓનાં જીવન માં ઉમંગ પ્રસરે તે માટે  વિદ્યાર્થીઓ ઉમદા પ્રવૃત્તિ કરી હતી.

કાર્યક્રમની પ્રેરણા કોલેજનાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને મળી હતી. પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટીના હેડ ડો. જયેશ તન્નાએ  સમગ્ર કાર્યક્રમોનું સંકલન કર્યું હતું. જેમાં અંધશાળા કોલેજ નાં ધર્મેન્દ્ર રાઠોડ, પ્રો.આશિષ ભુવા પ્રો.પ્રીતેશ સોલંકી, પ્રો.જાનકી દવે દ્વારા સ્કાર્ય્ક્રમ માટે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા.  સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ડો. જયેશ તન્ના તેમજ સમગ્ર કોલેજ પરીવાર દ્વારા સંપન્ન કરવા માં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x