શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથમાં લાગી ભક્તોની લાંબી લાઈનો, હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું મંદિર
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે ભગવાન શિવજીના ભક્તો હર હર મહાદેવના જયકારા સાથે શિવાલયોમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટે આગવી વ્યવસ્થા કરી રવિવાર અને સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખોલી નાંખવામાં આવ્યું હતું. મોડી રાતથી જ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડા પૂરું ઊમટ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહતિ ગુજરાતના શિવાલયોમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગૂંજી ઉઠ્યું હતું. મહિલાઓ અને પુરુષોની લાગી લાંબી કતારો લાગી હતી. જેમાં અંદાજે 1કિલોમીટર સુધી લાગી લાંબી કતારો લાગી હતી. સવારે 6 વાગ્યે મહાપૂજા, 7 વાગ્યે આરતી, યોજાશે. સાંજે 5 કલાકે શૃંગાર દર્શન દીપમાળા અને 7 વાગ્યે સાયં આરતી થશે જયારે મંદિર રાતે 10 વાગ્યે બંધ થશે. સમુદ્રના કાંઠે પ્રભાસપાટણ ક્ષેત્રમાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ શિવાલયમાં શ્રાવણિયા પ્રથમ સોમવાર નિમિત્તે દર્શનાર્થી શિવભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં પહોંચી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.