ધર્મ દર્શન

કવડિયાઓ અમદાવાદથી ખુલ્લા પગે ચાલીને ગાંધીનગર અમરનાથ ધામ પોહચા

9 વર્ષથી આ કાવડિયા યોજવામાં આવી રહી છે તેમાં નાગરવેલ હનુમાન થી ગાંધીનગર સુથી પગપાળા યાત્રા કરવામાં આવે છે. 55 કિમીની પદયાત્રા કરી કાવડિયા ગાંધીનગર અમરનાથ ધામ પહોંચ્યા હતા. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે અમદાવાદમાં શ્રાવણના પ્રથમ સોમવારે કાવડીયાઓ કાવડમાં ગંગાજળ લઈને અભિષેક માટે પહોંચ્યા છે. નાગરવેલ હનુમાનથી ગાંધીનગર સુધી તમામ કાવડિયાઓની પગપાળા યાત્રા પૂર્ણ કરાઇ. શ્રાવણના પ્રથમ સોમવારે આ યાત્રા પૂર્ણ કરાઇ છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ અહીં જોવા મળ હતી. 4000 કાવડીયાઓ દ્વારા જળાભિષેક અને 751 દીવાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. છેલ્લા 9 વર્ષથી આ કાવડયાત્રા યોજવામાં આવી રહી છે. જેને આ વર્ષે પણ વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો પર આજે ભક્તોની ભારે ભીડ જામશે. જેમાં ગાંધીનગર અમરનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x