ગાંધીનગર માં યુવકે દારૂ ના નશા માં શ્રમજીવી મહિલા પર કાર ચડાવી
સોમવારે રાત્રે ઘ-2 પાસે ખૂબ ઝડપથી જઇ રહેલી મારૂતિ અર્ટીગા (નં. જી.જે.18-બીએસ-6741) કારના ચાલક નું કંટ્રોલ ગુમાવતા કાર ફૂટપાથ કૂદીને સર્વિસ રોડ ઉપર પહોંચી ગઇ હતી અને ત્યાં સુઇ રહેલી શ્રમજીવી મહિલાને હડફેટે માં લઇ ને ઝાડ સાથે અથડાઇ હતી. અમદાવાદમાં તથ્યકાંડ બાદ ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ ઓવરસ્પીડીંગ સામે ઝૂંબેશ ચલાવી રહી છે એવામાં બીજી બાજુ કારચાલકો દ્વારા હજુ પણ બેફામ કાર ચલાવવાના કિસ્સા બની રહ્યા છે.આ ઘટના સોમવારે રાત્રે સેક્ટર 6 માં બની હતી લોકોએ આ યુવાનને નાસી ન છૂટે તે માટે પકડી રાખ્યો હતો અને પોલીસને બોલાવીને પોલીસના હવાલે કર્યો હતો. કાર પર પોલીસ લખેલું બોર્ડ લગાવવામાં આવેલું હતું જ્યારે કારમાંથી ડિસ્પોઝેબલ ગ્લાસ અને નમકીનના પેકેટ પણ મળી આવ્યા હતા. યુવક નશાની હાલતમાં ધૂત થયેલો સેક્ટર 6 માંથી નીકળ્યો ત્યારે તેનું કાર પર સંતુલન ગુમવી બેઠો અને ડીવાઈડર ના ઉપર થઈને આગળ ઝાડ નીચે સૂઈ રહેલી મહિલા ને હડફેટે માં લીધી હતી . ત્યાં રહેલા લોકો ઘટના સ્થળે આવી પોહચ્યા અને ગાયાલ મહિલાને તાત્કાલિક સારવાડ માટે ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી આવી હતી અને ત્યાં તપાસ કરતા ગાડી માંથી પોલીસ લખેલ બોર્ડ , તેમજ ચખાના અને ગ્લ્યાસ મળ્યા હતા . હાલ પોલીસે કારચાલકની અટકાયત કરીને પુછપરછ કરતા તે યુવાને પોતાનું નામ દિલેર ટીકુસિંહ પરમાર હોવાનું અને સેક્ટર-21 જ ટાઇપ, બ્લોક નં. 77-4 ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. ડીજીપી દ્વારા આપવા માંઆવેલી સૂચના ની યોગ્યરીતે પાલન થયું દેખાતું નથી રાજ્યભરમાં પોલીસને ટ્રાફિકના નિયમોનું ખાસ પાલન કરવા માટે હજુ બે દિવસ પહેલા જ ડીજીપીએ પત્ર લખીને તાકીદ કરી છે. પોલીસ કર્મચારીઓએ પોલીસ લખેલા બોર્ડ નહીં રાખવા, બ્લેક ફિલ્મ નહીં રાખવા, હેલ્મેટ પહેરવા સૂચના આપી છે અને ટ્રાફિક પોલીસને આ નિયમોનું પાલન કરાવવા કડક સૂચના આપી છે.