અમદાવાદ ના કુશ પટેલનો લંડન માંથી મળ્યો મૃતદેહ | સ્ટૂડન્ટ વિઝા પર લંડન ગયો હતો.
10 ઓગસ્ટના રોજ કુશ પટેલ મોબાઈલ બંધ કરીને જતો રહેતા ગુમ થયો હતો. નરોડામાં રહેતો કુશ પટેલ ગયા વર્ષે સ્ટૂડન્ટ વિઝા પર લંડન ગયો હતો અને બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં લંડનની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. ત્યાર બાદ અભ્યાસ માટે લંડન ગયા બાદ કુશ દરરોજ પરિવાર સાથે ફોનમાં બધા જોડે વાત કરતો હતો.છેલ્લા 11 દિવસથી તે પરિવારના સંપર્કમાં ન હતો. જેથી પરિવારજનો ચિંતાગ્રસ્ત થયા હતા. પરિવારજનોએ કુશના રુમ પાર્ટનરનો કોન્ટેક્ટ કર્યો હતો. આને તેને પુષ્યું હતું કે કુશ નો ફોન નથી લાગ્યો ગણા દીવસ થી વાત નથી થઈ એમ જણાવ્યું પરંતુ તેને પણ કુશ વિશે કંઇ માહિતી ન હોવાનું જણાવાતા કુશના માતા-પિતાએ વેમ્બલી પોલીસ સ્ટેનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે કુશની શોધખોળ આદરી હતી.વેમ્બલી પોલીસ દ્વારા અનેક સ્થળે શોધખોળ કરી હતી, સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ કુશની કોઇ ભાળ મળી ન હતી. કુશના અંતિમ લોકેશનનના આધારે તપાસ કરતા લંડન બ્રિજ પાસે તેનું લોકેશન મળ્યું હતું. જોકે કુશ ત્યાં પમ મળ્યો ન હતો. 19 ઓગસ્ટના રોજ લંડનના થેમ્સ નદીના કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બ્રિજના છેડા પાસે એક મૃતદેહ હતો. પોલીસમે મૃતદેહ ડીએનએ અર્થે મોકલતા તે કુશ પટેલનો હોવાનું સામે આવ્યું હતું.વેમ્બલી પોલીસ દ્વારા બનાવ અંગે કુશના પરિવારજનો અને મિત્રોને જાણ કરી હતી. કુશનું મૃત્યુ થયાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. કુશના આપઘાત પાછળ આર્થિકસંકડામણ તપાસમાં બહાર આવ્યું હતું. કુશ એક વર્ષ પહેલા લંડન અભ્યાસ અર્થે ગયો હતો અને છેલ્લા 11 દિવસથી ગુમ હતો. 19 ઓગસ્ટના રોજ કુશનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. કુશ પટેલ નામના યુવકે આર્થિક સંકડામણમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યો છે. ડીએનએના આધારે મૃતદેહ કુશનો હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે કુશના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા.